GSTV
Gujarat Government Advertisement

સુરતને મળ્યા નગરપતિ / હેમાલી બોઘાવાલાની થઇ મેયર તરીકે વરણી, જાણો કોણ બન્યું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

Last Updated on March 12, 2021 by

સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારથી જ સુરતમાં કોણ બનશે નવા મેયરના નામોને લઈને ચર્ચા શરૂ થઇ ગઈ હતી. ત્યારે આખરે નવા મેયરના પરથી આખરે પડદો ઉચકાઈ ગયો છે. સુરતના મેયર તરીકે મહિલા કોર્પોરેટરને સ્થાન આપવામાં આવ્યું છે.

ત્રણ મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે જાહેરાત

આજે રાજ્યની ત્રણ મહાનગરપાલીકા સુરત, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત આજે થવાની છે જેના અનુસંધાને સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે.

હેમાલી બોઘાવાલા બન્યા મેયર

સુરત મહાનગરપાલિકાના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે તો દિનેશ જોધાણીની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલ અને સત્તા પક્ષના નેતા તરીકે અમિત રાજપૂતને પસંદ કરવામાં આવ્યા છે.

કોને મળ્યું કયું પદ?

  • સુરત મેયર :- હેમાલી બોઘાવાળા
  • ડેપ્યુટી મેયર :- દિનેશ જોધાણી
  • સ્ટેન્ડિંગ ચેરમેન :- પરેશ પટેલ
  • શાસક પક્ષ નેતા :- અમિત રાજપૂત

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33