GSTV
Gujarat Government Advertisement

દુર્ઘટના: સુરતના વરાછા વિસ્તારમાં નવર્મિત ઈમારતના ખોદકામ વખતે દિવાલ થઈ ધરાશયી, 20 ફૂટ નીચે દબાયા મજૂરો: બેના મોત

Last Updated on March 23, 2021 by

સુરતના મોટા વરાછા વિસ્તારમાં કેદાર હાઈટ્સમાં દીવાલ ધરાશાયી થતાં પાંચ જેટલા મજૂર દટાયા. આ ઘટના અબ્રામા રોડ પર બની છે. ત્યારે ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતી મજૂરોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.સુરતના મોટા વરાછા વિસ્તારમાં મોટી દુર્ઘટના થઈ છે. કેદાર હાઈટ્સની નવનિર્મિત ઈમારતનું અંડર ગ્રાઉન્ડ પાર્કિંગનું ખોદકામનું કાર્ય ચાલી રહ્યું હતું, આ દરમ્યાન અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. મળતી માહિતી મુજબ બે મજૂરોના મોત નિપજ્યા છે.

કેદાર હાઈટ્સની નવનિર્મિત ઈમારતનું અંડર ગ્રાઉન્ડ પાર્કિંગનું ખોદકામનું કાર્ય ચાલી રહ્યું હતું

અચાનક દીવાલ ધરાશાયી થઈ

. દિવાલ ધરાસયી થતાં પાંચ જેટલા મજૂર દટાયા હતા. આ ઘટના અબ્રામા રોડ પર બની છે. ત્યારે ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતી મજૂરોને બ ચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને 20 ફૂટ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ થયું છે.

ફાયર સ્ટેશનની 10 થી પણ વધુ ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાનાં પ્રયત્નો કરી રહી

ઘટનાની જાણ થતા શહેરના વિવિધ વિસ્તારોની એક સાથે 4 ફાયર સ્ટેશનની 10 થી પણ વધારે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ તેમજ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનાની જાણ થતાંની સાથે જ લોકોનાં ટોળેટોળા પહોંચી ગયાં હતાં. ઘટના સર્જાયા પછી એકસાથે 4 ફાયર સ્ટેશનની 10 થી પણ વધુ ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાનાં પ્રયત્નો કરી રહી છે. ઘટનાની જાણ થતા 400-500 લોકોનું ટોળું એકત્ર થઈ ગયું અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33