Last Updated on March 28, 2021 by
સુરતમાં ઉધના રેલવે ટ્રેક નજીકથી જમીનમાં દાટેલી હાલતમાં યુવકની લાશ મળી આવી. મૃતક યુવક ડીંડોલીનો રહેવાસી છે. 22 માર્ચથી મૃતક અજય મોરે ડીંડોલીમાં આવેલા તેના ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નહોતો. ડીંડોલી પોલીસ મથકમાં યુવકના ગુમ થયા અંગેની મિસિંગ રિપોર્ટ પણ નોંધાઈ હતી. આ યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવાયો હતો.
સૂત્રો મુજબ આ હત્યા પ્રેમ સંબંધમાં કરાઈ છે જે દિવસે યુવક ગુમ થયો તે પહેલાના સીસીટીવી પણ પોલીસના હાથે લાગ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવકની હત્યા કર્યાં બાદ લાશને સળગાવવાનો પ્રયત્ન કરાયો હતો અને બાદમાં જમીનમાં દાટી દેવાઈ હતી.
પોલીસે બાતમીના આધારે રેલવે ટ્રેક નજીક આવેલા પતરાના શેડવાળા મકાનમાં તપાસ કરી. જેમાં આઠથી દસ ફૂટ ઉંડી ખોદેલી કબરમાંથી યુવકની લાશ મળી આવી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા એફએસએલની પણ મદદ લીધી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31