GSTV
Gujarat Government Advertisement

ક્યાં છે કાયદો/ જાહેરમાં પિતાની હાજરીમાં રોમિયોએ પુત્રીના શરીર પર હાથ ફેરવ્યો, પિતા સેન્ટ્રલ ગર્વમેન્ટમાં અધિકારી

શિક્ષકે

Last Updated on March 10, 2021 by

વેસુ આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં પુત્રી સાથે ખરીદી કરવા જનાર સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની પુત્રી સાથે સરેજાહેર શારિરીક અડપલા કરી માર મારવા ઉપરાંત પિતા-પુત્રીને મારી નાંખવાની ધમકી આપનાર રોમીયો અને તેના ભાઇ તથા પિતા વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. વેસુ વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારી તેમની 21 વર્ષીય પુત્રી વિધી (નામ બદલ્યું છે) સાથે વેસુના આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં યશ ક્લેકશન નામની દુકાનમાં ખરીદી કરવા ગયા હતા. તે દરમિયાન તેમનો જુનો પડોશી મધુર ખેતાન પણ ત્યાં હાજર હતો. મધુર અને તેનો ભાઇ સનાતન ખેતાન યુવતીઓની મશ્કરી અને અશ્લીલ કમેન્ટ કરવાની કુટેવ હોવાથી અધિકારીએ તેમની પુત્રીને ઝડપથી દુકાનમાંથી ખરીદી કરી પરત આવવા કહ્યું હતું.

પાછળથી આવીને નરાધમ યુવતીના શરીર પર હાથ ફેરવવા લાગ્યો

દુકાનમાં ખેતાન જયાં ઉભો હતો તેની સામેની સાઇડ જઇ વિધી ખરીદી કરી રહી હતી ત્યારે ખેતાન પાછળથી આવ્યો હતો અને વિધીના શરીર પર હાથ ફેરવી સરેજાહેર અશ્લીલ હરકત કરી અપશબ્દો ઉચ્ચારતા ત્યાંથી નીકળી રહ્યો હતો. સરેજાહેર શરીર પર હાથ ફેરવનાર ખેતાનના કૃત્ય અંગે વિધીએ પિતાને જાણ કરતા ખેતાનને પકડીને બે-ત્રણ તમાચા મારી દીધા હતા. જેથી અધિકારી અને ખેતાન વચ્ચે ઝપાઝપી થતા લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું.

પુત્રી

પિતા અને ભાઇ સાથે યુવતીના ઘરે ધસી ગયો રોમિયો

ઘટના અંગે અધિકારીએ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઉમરા પોલીસ દોડી આવી હતી. પરંતુ ખેતાન અને તેનો પરિવાર માથાભારે હોવાથી તેઓ વચ્ચે સમાધાન થઇ ગયું છે એમ કહેતા પોલીસ પરત ચાલી ગઇ હતી. જોકે અધિકારી પુત્રી સાથે ઘરે ગયા હતા જયાં ખેતાન અને તેનો ભાઇ સનાતન અને તેમના પિતા સંજય ખેતાન સાથે ઘસી આવ્યા હતા.

સનાતને અધિકારી સાથે ઝપાઝપી કરી હતી પરંતુ સોસાયટીના અન્ય રહીશો એક્ઠા થઇ ગયા હોવાથી તેમણે સનાતને પકડી લીધો હતો. સનાતને અધિકારી અને તેની પુત્રીને ધમકી આપી હતી કે મેં કસમ ખાતા હું, તુમ બાપ-બેટી કો ઇધર હી મારૂંગા ઔર છોડુંગા નહીં. જેને પગલે છેવટે વિધીએ મધુર, સનાતન અને સંજય ખેતાન વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33