Last Updated on April 4, 2021 by
સુરતમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધતા તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજારની અનેક શેરીઓ બંધ કરવામાં આવી છે. મહીધરપુરાની મોટી શેરી… ભૂત શેરી… નાગર શેરી… મણિયારા શેરી… વાણિયા શેરી બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ગલેમંડી મોટી શેરી… ગુંદી શેરીના નાકા પણ બંધ કરવામાં આવ્યા છે. કુલ 8થી વધુ શેરી વાંસ અને પતરા લગાવીને બંધ કરી દેવાઇ છે.
સુરતમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યુ છે અને કેસો સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સિટીમાં કોરોનામાં વધુ ત્રણ વૃદ્વા અને બે મહિલા મળી પાંચના મોત થયા હતા. આજે સિટીમાં નવા 526 અને જીલ્લામાં 161 મળી કોરોનાનોં કુલઆંક 687 થયો છે. શહેરમાંથી વધુ 567 અને ગ્રામ્યમાંથી 102 મળી 669 દર્દીને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોસાડના 56 વર્ષીય પ્રોઢાને ગત તા.28મી એ ,સીટીલાઇટના 72વર્ષીય વૃદ્વાને ગત તા.31મીએ ,ઉધનાયાર્ડના 49 વર્ષીય મહિલાને ગત તા.30મીએ તથા પાંડેસરાના 69 વર્ષીય વૃદ્વાને ગત તા.30મીએ અને રૃસ્તમપુરાના 67 વર્ષીય વૃદ્વાને ગત તા.1લીએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
મોટી શેરી… ભૂત શેરી… નાગર શેરી… મણિયારા શેરી… વાણિયા શેરી બંધ કરવામાં આવી
નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ પાંચેના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા હતા. સિટીમાં નવા 526 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 98, રાંદેરમાં 79 અને લિંબાયતમાં 72 કેસ છે. સિટીમાં કુલ કેસ 51,730 અને મૃત્યુઆંક 900 છે. ગ્રામ્યમાં કુલ કેસ 15,411 મૃત્યુઆંક 288 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 67,141અને મૃત્યુઆંક 1188 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 48,835 અને ગ્રામ્યમાં 13,835 મળીને કુલ 62,232 થયો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31