Last Updated on March 21, 2021 by
સુરતમાં અઠવા પેટ્રોલ પંપ પર 4 કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ ફરીથી પેટ્રોલ પંપ શરૂ કરી દેવાતા વિવાદ ઉભો થયો છે. લોકોના ઘરમાં પોઝિટિવ આવે તો મહાનગર પાલિકા તંત્ર પેનલ લગાવીને ફરજિયાત 14 દિવસ કોરોંટાઈન કરે છે.પરંતુ પેટ્રોલ પંપમાં આ નિયમોનું પાલન કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નિવડયું છે. મહાનગરપાલિકાની આવી બેવડી નીતિ ને કારણે સુરતમાં સંક્રમણ વધવાની ભીતિ છે.
સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યો છે
સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યો છે. જે વિસ્તારમાં લોકો પોઝિટિવ આવે છે તે વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. પરંતુ ધંધાકીય એકમો પર પોઝિટિવ કેસ આવે છે ત્યાં પાલિકા તંત્ર નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડી રહી છે. રહેણાક વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવે તો પાલિકા રાખીએ કે બિલ્ડિંગ સીલ કરી દે છે. પરંતુ બીજી તરફ ગઈકાલે અઠવા ગેટ પેટ્રોલ પંપના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ પેટ્રોલ પંપ બંધ કરી દેવાયો હતો. જોકે આજે ફરી પેટ્રોલ પંપ શરૂ કરી દેવાયો છે.
પેટ્રોલ પંપના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ પેટ્રોલ પંપ બંધ કરી દેવાયો
આ પેટ્રોલ પંપ રોજ સેંકડો લોકો પેટ્રોલ પુરાવવા માટે આવે છે. તેમ છતાં પાલિકા તંત્રએ આંખ આડા કાન કરીને પેટ્રોલ પંપ શરૂ કરી દેવા માટેની મુખ્ય મંજૂરી આપી દીધી છે. મહાનગરપાલિકા ની કામગીરી સામે વિવાદ ઊભો થયો છે. લોકોના બિલ્ડીંગ સીલ કરતી પાલિકા કોમર્શિયલ એકમોમાં કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરાવવામાં નિષ્ફળ નિવડી હોવાથી સંક્રમણ વધી શકે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31