Last Updated on April 11, 2021 by
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક બની રહી છે ત્યારે વધતા કેસોની સાથે કોરોના દર્દીઓની સારવાર માટે મહત્વના ગણાતા રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ પણ વધી છે. જોકે, રેમડેસિવીરના અપૂરતા જથ્થાને લઈને રાજ્યભરમાં અછત ઉભી થઇ હતી. ત્યારે, આજે વધુ ઈન્જેક્શનની ફાળવણી કરતા લોકો મોટી સંખ્યામાં રેમડેસિવીર ઇન્જેક્શન લેવા પડાપડી કરી રહ્યા છે.
સુરતમાં કિરણ હોસ્પિટલને દસ હજાર રેમડેસિવીર ઇન્જેક્શનની ફાળવણી કરતા વીતી રાતથી જ સેકડો લોકો હોસ્પિટલ બહાર લાઇનમાં લાગ્યા છે. કિરણ હોસ્પિટલ બહાર ત્રણ કિમીથી પણ લાંબી લાઇન લાગી છે. લાઈનમાં આવેલા લોકો કોવિડના દર્દીના સગા સબધીઓ છે. આવામાં અહી ભીડને કારણે સોશિયલ ડીસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આવામા સંક્રમણ વધવાની શક્યતા છે. એક એક ઇન્જેકશન માટે કલાકો સુધી દર્દીઓની રઝળવાનો વારો આવ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31