Last Updated on March 19, 2021 by
સુરતની હોટલોમાં રોકાણ કરવા આવતા પ્રવાસીઓના RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત હોટેલ-રેસ્ટોરન્ટનો માસિક બિઝનેસ રૂપિયા 100 કરોડનો છે. જેની પર તેની સીધી જ અસર પડવાની છે. લોકડાઉનમાંથી માંડ-માંડ હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોએ વેપાર સરભર કર્યો હતો. જે ફરી હવે મરણ પથારીએ જવાની ભીતિ એસોસિયેશન તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયરને પણ રજૂઆત કરાઇ હતી. જેમાં RTPCR નો નિયમ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હોટેલ-રેસ્ટોરન્ટને રાત્રિના અગિયાર વાગ્યા સુધી ચાલુ રાખવા માંગ કરાઇ હતી.
સુરત અને અમદાવાદમાં કેસો વધતા તંત્ર એલર્ટ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક વાર ફરીથી કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતની આઠ મહાનગપાલિકા દ્વારા એક બાદ મહત્વના નિર્ણયો લેવાઇ રહ્યાં છે. એમાંય સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ તો સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. ત્યારે તાજેતરમાં જ સુરત મનપા દ્વારા અત્યાર સુધીમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યાં છે. જેમાં વાત કરીએ તો ગુજરાત સરકારે રાત્રિ કરફ્યુના સમયમાં પણ ફેરફાર કરી દીધો છે. જેમાં રાત્રિના 10થી સવારના 6 કલાક સુધી કરફ્યુ રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ ત્યાર બાદ અમદાવાદ અને સુરતમાં પણ કોર્પોરેશન દ્વારા રાત્રિ કરફ્યુમાં એક કલાક વધારી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ અન્ય કેટલાંક મહત્વના નિર્ણયો પણ સુરત મનપા દ્વારા લેવાયા છે જે નીચે
મુજબ છે….
- શુક્રવારથી રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી
- આજથી શરૂ થનારી યુનિવર્સિટીની પરિક્ષા પણ મોકૂફ રખાઇ
- શનિવાર અને રવિવારના રોજ સુરતમાં આવેલા તમામ મોલ બંધ રાખવાનો નિર્ણય
- કોરોના સંક્રમણ વધતા સિટી અને બીઆરટીએસ સેવા બંધ કરાઇ
- સીટી બસમાં ટેસ્ટિંગની સુવિધા ઊભી કરી દેવાઇ
- અઠવા ઝોનમાં કેસો વધતા મનપાએ દુકાનદાર દુકાન ખોલે તે પહેલાં જ ટેસ્ટિંગ કરવા માટેની સુવિધા ઊભી કરી
- સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલું કાપડ માર્કેટ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય
શહેરમાં કોરોનાના કેસો 300ને પાર જતા એક બાદ એક તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે સુરતની હોટલોમાં રોકાણ કરવા આવતા પ્રવાસીઓના RTPCR નેગેટિવ રિપોર્ટ પણ ફરજીયાત કરાયો છે. જેથી લોકડાઉનમાંથી માંડ-માંડ હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોએ વેપાર સરભર કર્યા બાદએક વાર ફરીથી મરણ પથારીએ જવાની ભીતિ એસોસિયેશન તરફથી વ્યક્ત કરવામાં આવી છે. જે અંગે સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયરને પણ રજૂઆત કરાઇ હતી તેમજ RTPCR નો નિયમ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31