Last Updated on April 6, 2021 by
સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ તેમને હોમ ક્વારન્ટાઈન કરવામાં આવે છે. સંક્રમણ અટકાવવા માટે પાલિકા દર્દી તથા તેમના સગાને હોમ ક્વારન્ટાઇન કરે છે પરંતુ કેટલાક લોકો આ નિયમનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે સંક્રમણ વધતું હોવાનું ધ્યાને આવતા મહાનગરપાલિકા હવે દર્દીનાં લોકેશન મોબાઇલ ટાવરથી ટ્રેસ કરશે. જેમાં ભંગ થતો હોવાનું જણાશે તો પાલિકા તંત્ર પોલીસ ફરિયાદ સુધીની કામગીરી કરશે.
સુરતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં હાલ સારવારની જરૂર ન હોય તેવા તથા કોઇ પણ લક્ષણ ન ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. કોઈ લક્ષણ ન ધરાવતા હોય તેવા દર્દીઓ અનેક લોકોને સંક્રમણ નો ભોગ બનાવી શકે તેમ છે. પાલિકા તંત્ર આવા દર્દીને હોમ ક્વારન્ટાઇન કરે છે પરંતુ કેટલાક દર્દી અને તેમના સગા આ નિયમનો ભંગ કરી રહ્યા છે.
ટોલ ફ્રી નંબર જાહેર કર્યો
આ ફરિયાદનો ભંગ ન થાય તે માટે મહાનગરપાલિકાએ એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. જેના પર મળેલી ફરિયાદના આધારે મહાનગરપાલિકાએ પાંચ લોકો પર પોલીસ કેસ કર્યો છે. જોકે ફરિયાદ બાદ દર્દી કે તેમના સગાઓ બહાર નીકળ્યા હોવાની વાત કરે છે અને બહાર નીકળ્યા હોવાની સાબિતી મળતી નથી તેથી વિવાદ થાય છે.
મનપા મોબાઇલ ટ્રેસ કરશે
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. જલ્દીનો ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે પાલિકાતંત્ર દર્દીના મોબાઈલ નંબર લઈ લે છે. મહાનગરપાલિકા આ નંબરોના મોબાઇલ ટાવરને ટ્રેસ કરશે. દર્દી કે તેમના સગાના મોબાઈલ નંબરના ટાવર ઘરની બહાર માલુમ પડશે એટલે પાલિકાતંત્ર નિયમનો ભંગ કરવા બદલ તેમની સામે પોલીસ કેસ કરશે.
પોઝિટિવ હોવા છતાં દર્દી અને તેમના સગા બહાર નીકળીને અન્ય માં સંક્રમણ ફેલાવી રહ્યા છે તેઓમાં દાખલો બેસાડવા મહાનગરપાલિકા હવે મોબાઇલ ટાવર ટ્રેસ કરીને પગલાં ભરશે.
Also Read
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31