Last Updated on March 10, 2021 by
સુરત-ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વાઇરલ થયેલો વિડીયો પોલીસ કંટ્રોલ રૂમને મળતા હરકતમાં આવેલી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ ધરાવતી બારડોલીની કોલેજીયન યુવતીએ જેલમાં જવાનો વારો આવ્યો છે. બાઇક રાઇડીંગની શોખીન યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર 500થી વધુ પોસ્ટ અપલોડ કરી છે જેમાં મહત્તમ પોસ્ટ બાઇક રાઇડીંગની છે.
યુવતી માસ્ક પહેર્યા વિના છુટા હાથે બિન્દાસ્ત બાઇક હંકારતા નજરે પડી
ગત રોજ શહેરીજનોના સોશિયલ મિડીયા પર એક વિડીયો વાઇરલ થયો હતો. વિડીયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી છે. વિડીયોમાં વીઆરમોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહ્યો છે અને આ વિડીયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો.
કંટ્રોલ રૂમ દ્વારા આ વિડીયો ઉમરા પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વિડીયોમાં નજરે પડતા કેટીએમ બાઇકના રજીસ્ટ્રેશન નં. જીજે-22 એલ-9378ના આધારે તપાસ હાથ ધરી માલિક મોહમદ બિલાલ રસુલભાઇ ઘાંચી (રહે. મજીદ ફળીયું, સાગબારા, નર્મદા)નો સંર્પક કર્યો હતો. મોહમદ બિલાલે પોતાની બાઇક ડુમ્મસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પિન્સી ચંદ્રકિશોર પ્રસાદ (રહે. 102, શીવ શક્તિ એપાર્ટમેન્ટ, બાબેન, બારડોલી, જિ. સુરત) ને ફોટોગ્રાફી અને રાઇડીંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સંજના ઉર્ફે પિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મુકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે.
સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ
ઉલ્લેખનીય છે કે બારડોલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો, કાર ડ્રાઇવ સહિતના વિડીયો છે. આશ્ચર્યની બાબત એ છે કે સંજના વિડીયો ઉતારવા માટે છેક બારડોલીથી ડુમ્મસ રોડ પર આવે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31