Last Updated on March 13, 2021 by
53 જેટલા હયાત વાહનોના બોગસ રજીસ્ટ્રેશન પર આઠ કરોડથી વધુની બેંક લોન લઈ છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બેંકના બે સેલ્સ મેનેજરોની ધરપકડ કરી છે. કરોડોના બેંક લોન કૌભાંડમાં અમદાવાદ ગીતાનગરના ટ્રાન્સપોર્ટ ઓફિસર સહિત વધુ એક બેંક કર્મચારીની પણ સંડોવણી બહાર આવી છે. આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ લોન કૌભાંડમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરતની ઠગબાજ ટોળકી જેલના સળિયા પાછળ
સુરતમાં જે વાહનોનું મેન્યુફેક્ચરિંગ થયું જ નથી તેવા 53 જેટલા વાહનો પર ઠગબાઝ ટોળકી દ્વારા 8 કરોડથી વધુની લોન બેન્કમાંથી ઉપાડી ચુનો ચોપડવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યાનુસાર સહારા દરવાજા વિસ્તારમાં આવેલ યશ બેન્કમાંથી છ જેટલા આરોપીઓ દ્વારા અગાઉ આઠ કરોડથી વધુની લોન લેવામાં આવી હતી. આરોપીઓ દ્વારા જે વાહનોનું મેન્યુફેક્ચરિંગ થયું જ નથી તેવા ટાટા કંપનીના 53 જેટલા વાહનોને હયાત બતાવી તેનું બોગસ દસ્તાવેજો વડે રજિસ્ટ્રેશન કરાવી લેવાયું હતું. જે રજિસ્ટ્રેશનના આધારે બેન્કમાંથી આઠ કરોડથી વધુની લોન ઉપાડવામાં આવી હતી. જો કે બાદમાં અમુક હપ્તા ભરી બાકીની રકમ ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.
બોગસ રજીસ્ટ્રેશન કરી આચર્યું લોન લેવાનું કૌભાંડ
આ વચ્ચે યશ બેંકની વિજિલન્સ ટીમના ધ્યાને આવેલ ચોંકાવનારી બાબતને લઈ ક્રાઇમ બ્રાન્ચમાં વર્ષ 2020 માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે અગાઉ છ જેટલા આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં હતી. કરોડોની લોન કૌભાંડમાં બેંકના જ બે સેલ્સ મેનેજર કેયુર ડોકટર અને ધવલ બવડલ નામના અધિકારીઓની સંડોવણી ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવી હતી. જે અધિકારીઓની સંડોવણી લોન એપૃવલથી લઈ સહી સિક્કા સુધીની ભૂમિકા ભજવવામાં આવી હતી. બેંકની વિજિલન્સ ટીમની તપાસમાં પણ આ સાબિત થતાં બંનેની આજ રોજ ધરપકડ કરવામાં આવી છે.
લોન કુભાંડમાં આરટીઓ અધિકારીની સંડોવણી
સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારી બીજી બાબત એ સામે આવી છે કે કરોડોની લોન કૌભાંડમાં જે હયાત વાહનોનું રજિસ્ટ્રેશન અમદાવાદ ગીતાનગર ખાતે આવેલ નાહર આરટીઓ કચેરીમાં કરાયું છે, તે આરટીઓ કચેરીના અધિકારી રેમર ઘેવની સાંઠગાંઠ સામે આવી છે. જે અધિકારીઓને હાલ હાઇકોર્ટ તરફથી રિલીફ રાહત મળી છે પરંતુ તેઓની ધરપકડ કરવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે. બીજી હકીકત એ પણ સામે આવી છે કે કરોડોની લોન કૌભાંડમાં ઝડપાયેલા બેંક કર્મચારીઓનો પણ પાસ થયેલી લોનમાં મહત્વનો હિસ્સો હતો.જે અંગે બેંક કર્મીઓના ખાતાકીય એકાઉન્ટ પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.આ સાથે લોન કૌભાંડમાં રજની પીપળીયા નામના કર્મીનું નામ સામે આવ્યું છે.જે હાલ પોલીસ ધરપકડથી બચવા નાસતો- ફરતો ફરી રહ્યો છે.જેની ધરપકડ કરવા માટે પણ હાલ કાર્યવાહી ચાલી રહી છે..
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31