Last Updated on April 3, 2021 by
એકતરફ રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને લઈને આરોગ્ય વિભાગમાં ચિંતા છે તો હોસ્પિટલોમાં પણ સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરતની કોવિડ હોસ્પિટલમાં સમાર્ટફોન પર પ્રતિબંધ હાલ ચર્ચાનું કારણ બન્યો છે. પહેલા હોસ્પિટલ દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તો વિરોધ બાદ તંત્રે નિર્ણય પરત ખેંચ્યો છે.
સુરતની કોવિડ હોસ્પિટલમાં સ્માર્ટફોનના પ્રતિબંધનો નિર્ણય તંત્રએ ફેરવી તોળ્યો છે અને હોસ્પિટલમાં સ્માર્ટફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. હોસ્પિટલમાં સ્માર્ટફોન ન લઈ જવાના સત્તાધિશોના નિર્ણયને લઈને દર્દીઓના પરિવારજનોમાં ભારે નારાજગી અને વિરોધ જોવા મળ્યો હતો. જોકે બાદમાં તંત્રે પોતાનો નિર્ણય બદલ્યો છે અને પ્રતિબંધના મામલે બચાવમાં કહ્યુ કે, હોસ્પિટલમાંથી મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી થતા નિર્ણય લેવાયો હતો.
ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે.
તો આજદિન સુધીમાં કુલ 4539 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ 158 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 13559 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2066 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31