Last Updated on March 22, 2021 by
સુરત શહેરમાંં છેલ્લા એક વર્ષથી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જોકે, ગત ફેબુ્રઆરી માસમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. તા.8મી ફેબુ્રઆરીએ શહેરમાં સૌથી ઓછા 22 કેસ નોંધાયા હતા.અને સુરત જીલ્લામાં તે દિવસે માત્ર ૩ કેસ હતા. ત્યારબાદ દોઢ માસમાં સિટીમાં કોરોનાએ ફરી વિકરાળ સ્વરૃપ ધારણ કરતા રેકોર્ડ બ્રેક કેસ નોધાઇ રહ્યા છે. સિટીમાં આજ રોજ 405 કેસ સાથે કુલઆંક 44,348 થયો છે. અને જીલ્લામાં 105 મળી કુલઆંક 13827 થયો છે.
દોઢ માસમાં સિટીમાં કોરોનાએ ફરી વિકરાળ સ્વરૃપ ધારણ કરતા રેકોર્ડ બ્રેક કેસ
કેસ વધવાની સાથે હોસ્પિટલમાં દાખલ અને ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં તા.19-2-2021ના રોજ વોર્ડમાં દાખલ માત્ર કોરોનાના 5 દર્દી પૈકી 1 ઓકસીજન પર હતા. અને સ્મીમેરમાં દાખલ 5 દર્દી પૈકી 1 બાઇપેપ અને 1 ઓકસીજન પર હતા. જયારે હાલ દાખલ દર્દીમાં 140 અને ગંભીર હાલતના 77 દર્દીનો વધારો થતા રવિવારે સિવિલમાં દાખલ 104 પૈકી ૫૫ની હાલત ગંભીર છે. જેમાં 15 બાઈપેપ અને 40 ઓક્સિજન પર છે અને સ્મીમેરમાં 35 દર્દી પૈકી 22ની હાલત ગંભીર છે. જેમાં 2 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 9 ઓક્સિજન પર છે. સુરત સિટીમાં લિંબાયતની 55 વર્ષીય પ્રોઢા અને ઉધનાની 30 વર્ષીય મહિલાનાં મોત સાથે આજે સિટીમાં નવા 405 અને જીલ્લામાં105 મળી કોરોનાનોં કુલઆંક 510 થયો છે. શહેરમાંથી વધુ 293 અને ગ્રામ્યમાંથી 13 મળી 306 દર્દીને રજા અપાઇ હતી.
સિટીમાં નવા 405 અને જીલ્લામાં105 મળી કોરોનાનોં કુલઆંક 510 થયો
સુરતમાં વધુ 28 વિદ્યાર્થી, ત્રણ તબીબ અને શિક્ષક કોરોના સંક્રમિત થયા છે..વકીલ,સિવિલ હોસ્પિટલની નર્સિંગની વિદ્યાર્થિની, લાલગેટ પોલીસ મથકનો હોમગાર્ડ જવાન કોરોના સંક્રમિત થયા છે..આ સિવાય ટેકસ્ટાઈલ્સ વ્યવસાય સાથે સંકળાયેલાં 14 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા છે..તો હીરા વ્યવસાય સાથે સંકળાયેલા સાત વ્યક્તિ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે..વેસુ,અડાજણ સહિત દસ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું…સેન્ટ્રલ ઝોનમાં સગરામપુરા,નવાપુરા, રાંદેર ઝોનમાં અડાજણ ,પાલ, વરાછા ઝોનમાં મોટા વરાછા,સીમાડા, ઉધના ઝોનમાં ભેસ્તાન, કતારગામ ઝોનમાં કતારગામ અમે અમરોલીમાં ટેસ્ટિંગ વધારાયું..જ્યારે લીંબાયત ઝોનમાં ડીંડોલી અનેં ગોડાદરા વિસ્તારમાં ધન્વંતરી રથની સંખ્યા વધારી ટેસ્ટિંગ વધારાયું…સુરતમાં ધન્વંતરી રથની સંખ્યા 112 થી વધુ કરવામાં આવી…જ્યારે એક્ટિવ સર્વેલન્સની 1500 વધુ ટિમો મુકાઈ છે..
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ ઉધનામાં વિજ્યાનગરમાં રહેતી 30 વર્ષીય મહિલાને ગત તા.16 મીએ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યારે લિંબાયતના 55 વર્ષીય પ્રોઢાને ગત તા-19મીએ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. બાદમાં સારવાર દરમિયાન બંને મોતને ભેટયા હતા. સિટીમાં નવા 405 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 115, રાંદેરમાં 57 અને લિંબાયતમાં 51 કેસ છે. સિટીમાં કુલ કેસ 44,753 અને મૃત્યુઆંક 860 છે. ગ્રામ્યમાં કુલ કેસ ૧૩,૮૨૭, મૃત્યુઆંક ૨૮૭ છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક ૫૮,૫૮૦ અને મૃત્યુઆંક 1147 છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજે કોરોના પોઝિટિવ 104 દર્દીઓ પૈકી 77 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 15 બાઈપેપ અને 40 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 35 દર્દીઓ પૈકી 22 દર્દીઓ ગંભીર છે.જેમાં 2 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે.જયારે શહેરના એકટીવ કેસ પૈકી વિવિધ હોસ્પિટલમાં 424 દર્દી સારવાર હેઠળ દાખલ છે.
– ત્રણડોકટર,બેન્ક કર્મચારી,નર્સિગ વિધાથી,વેપારી,વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં
સીટીમાં વરાછાના ડોકટર તથા વેસુના ડોકટર અને ખાનગી ડોકટર,સિવિલનાનર્સિગ બે નર્સિગ વિધાથી સહિતના 26 વિદ્યાર્થી, ટેક્સટાઇલ-કન્સટ્રકશન-કાપડ-એમ્બ્રોઇડરી-ગ્રેનાઇટ માર્બલસ-વ્યવસાયી સહિત 25 વ્યવયાસી, યોગા શિક્ષક,શિક્ષક, શહેરની વિવિધ બેન્કના બે મેનેજર તથા આસીસ્ટન્ટ મેનેજર સહિત સાત કર્મચારી,અડાજણમાં સાડીના દુકાનદાર,હજીરાની કંપના ચાર કર્મચારી,મહિધરપુરાના ફામાસીસ્ટ,સરદાર માર્કેટના શાકભાજીના વિક્રેતા,લાલગેટ પોલીસ મથકના હોર્મગાડ તથા હીરા સાથે સંકાળયેલા 7 અને ટેકસટાઇલ સાથે સંકળાયેલા 14 કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31