GSTV
Gujarat Government Advertisement

સુરતમાં કોરોનાનું તાંડવ / છેલ્લા 24 કલાકમાં નવા કેસ 1104 : 15ના સત્તાવાર મોત, 1059 દર્દી ગંભીર

કોરોના

Last Updated on April 10, 2021 by

સુરતમાં કોરોનાએ રીતસરનું તાંડવ શરુ કર્યુ છે. ગુરુવારે એક હજારની નજીક પહોંચેલા કોરોનાએ સીધો જ ૧૧૦૦નો આંક વટાવી દીધો છે. આ સાથે સિટીમાં સતત બીજા દિવસે ૧૪ મૃત્યુ નોંધાયા છે તો ગ્રામ્યમાં એક દિવસના વિરામ બાદ એક મોત નોંધાયુ છે. સિટીમાં નવા ૮૯૧ અને જીલ્લામાં ૨૧૩ મળી કોરોનાનાં નવા ૧૧૦૪ દર્દી નોંધાયા છે. તો શહેરમાંથી વધુ ૬૧૧ અને ગ્રામ્યમાંથી ૧૩૫ મળી કુલ ૭૪૬ દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત શુક્રવારે નોંધાયેલા ૧૪ મોતમાં પુણાગામનાં ૫૫ વર્ષીય આધેડ, વેસુનાં ૬૨ વર્ષીય વૃદ્ધ, પાંડેસરાની ૬૫ વર્ષની મહિલા, ભાઠેનાનો ૩૫ વર્ષનો યુવાન, વાડીફળિયાનાં ૫૭ વર્ષના પ્રોઢ, વરાછાના ૬૪ વર્ષના વૃદ્ધ, પરવટ પાટીયાના ૬૪ વર્ષના વૃદ્ધ, અમરોલીની ૫૭ વર્ષની મહિલા, કોસાડનો ૪૦ વર્ષનો યુવાન, આભવાની ૫૭ વર્ષીય મહિલા અને મોટા વરાછાનાં ૪૯ વર્ષના આધેડનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યમાં બારડોલીમાં ૪૦ વર્ષના યુવાનને કોરોના ભરખી ગયો છે. સિટીમાં નવા ૮૯૧ કેસ પૈકી સૌથી વધુ અઠવામાં ૧૪૭, રાંદેરમાં ૧૪૪ , સેન્ટ્રલમાં ૧૧૫ અને વરાછા-એ માં ૧૦૫ કેસ છે. અન્ય ચાર ઝોનમાં ૯૦થી ઉપર કેસ રહ્યા છે. સિટીમાં કુલ કેસ ૫૫,૭૨૮ અને મૃત્યુઆંક ૯૫૮ થયો છે. ગ્રામ્યમાં કુલ કેસ ૧૬,૬૧૯, મૃત્યુઆંક ૨૯૧ છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક ૭૨,૩૪૭ અને મૃત્યુઆંક ૧૨૪૯ છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક ૫૧,૮૭૦ અને ગ્રામ્યમાં ૧૪,૫૭૨ મળીને કુલ આંક ૬૬,૪૪૨ થયો છે.

માત્ર સિવિલ-સ્મીમેરમાં જ 24 દર્દીઓ વેન્ટિલેટર, 203 બાઇપેપ, 832ઓક્સિજન ઉપર

નવા કેસ અને મોત સાથે ગંભીર દર્દીઓનો આંક પણ વધી રહ્યો છે. જે શુક્રવારે એક હજારને પાર થઇ ગયો છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજે કોરોના પોઝિટિવ ૮૫૯ દર્દીઓ પૈકી ૮૦૦ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૧૫ વેન્ટીલેટર, ૧૪૫ બાઈપેપ અને ૬૪૦ દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં ૨૭૬ દર્દીઓ પૈકી ૨૫૯ દર્દીઓ ગંભીર છે. જેમાં ૯ વેન્ટિલેટર, ૫૮ બાઈપેપ અને ૧૯૨ દર્દીઓ ઓક્સિજન પર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33