GSTV
Gujarat Government Advertisement

નિર્ણય/ સુરતમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધુ વ્યક્તિ ભેગાં થવા પ્રતિબંધ

કોરોના

Last Updated on March 29, 2021 by

  • પોલિસ કમિશનરેટ વિસ્તારમાં 4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર પ્રતિબંધ
  • જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ
  • તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે. ત્યારે તાજેતરમાં જ સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલિસ કમિશનર અજયકુમાર તોમરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

શહેર પોલીસ કમિશનરે પોલિસ કમિશનરેટ વિસ્તારમાં 4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર, જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર ઉપરાંત જાહેરમાં ઉશ્કેરણી કરે અથવા તો અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા પર તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. જો કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

ગુજરાત દેશનું ૧૨મું રાજ્ય જ્યાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ કેસ નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે. ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. ગુજરાતમાં ૨.૫૦ લાખથી ૨.૭૫ લાખ સુધી કેસ પહોંચવામાં ૬૧ દિવસ થયા હતા. પરંતુ ૨.૭૫ લાખથી ૩ લાખ કેસ માત્ર ૧૮ દિવસમાં પૂરા થયા છે. હાલમાં ૧૧,૫૨૮ એક્ટિવ કેસ છે અને ૪,૪૯૨ના કોરોનાથી મૃત્યુ થયા છે જ્યારે ૨,૮૪,૮૪૬ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૪,૩૯૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે સુરત, વડોદરા બીજા સ્થાને છે.

વિશ્વમાં સૌથી વધારે કેસો ભારતમાં

ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. ભારતમાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 68 હજાર 20 કેસ નોંધાયા છે, એક જ દિવસમાં કોરોનાથી 291ના મોત થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.20 કરોડને પાર થઈ ગયા છે. છેલ્લા ૧૮ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરીણામે એક્ટિવ કેસ વધીને 5 લાખ 21 હજાર 808 થયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૦,૪૧૪ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે સૌથી વધુ કેસ છે. જ્યારે કોરોનાથી વધુ ૧૦૮નાં મોત થયા છે. મુંબઈમાં પણ કોરોનાના નવા ૬,૯૨૩ કેસ નોંધાયા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33