Last Updated on March 6, 2021 by
સુરતમાં છેલ્લા કેટલાક દિવસ સુધી કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નવા કોરોના સ્ટ્રેઇનના સગડની સંભાવનાએ લોકોમાં ઉચાટ જોવા મળ્યો છે. કોરોના કેસો વધતા પાલનપુર, પાલ, વરાછા, સરથાણામાં ફરી ક્લસ્ટર લાગુ કરવામાં આવ્યો છે.
સુરત મનપા દ્વારા યુકેથી આવેલા 3ના સેમ્પલ ફેબ્રુઆરીએ પુણે મોકલ્યા હતા
સુરત મનપા દ્વારા યુકેથી આવેલા 3ના સેમ્પલ ફેબ્રુઆરીએ પુણે મોકલ્યા હતા જેમાં એકમાં બ્રિટનના નવા સ્ટ્રેઇનની પુષ્ટિ થઈ છે. જેમાં રાંદેર વિસ્તારની વ્યક્તિમાં નવા સ્ટ્રેઇનના લક્ષણો જોવા મળ્યા છે. સુરતમાં પાલિકા દ્વારા કોરોના કેસો વધતા ચેકીંગ પણ ઝડપી કરવામાં આવ્યું છે. સાથે જ લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે અંગે પણ પાલિકા કડક પગલાં હાથ ધરી રહી છે.
સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થયો
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. સુરતમાં કોરોનાની રફતાર તેજ થઇ છે. શુક્રવારના રોજ 101 અને ગ્રામ્યમાં 09 મળી કુલ 110 દર્દી નોંધાયા હતા. કેસ ઘટવાની શરૂઆત બાદ પ્રથમવાર સુરત સિટીમાં કોરોના આંક સદીને પાર કરી ગયો છે. સિટીમાં વધુ 75 અને ગ્રામ્યમાં 07 મળી 82 દર્દીઓને રજા મળી છે.ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૧૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે ૫૦૦ની સપાટી વટાવી હોય તેવું ૧૭ જાન્યુઆરી એટલે કે ૪૭ દિવસમાં પ્રથમવાર બન્યું છે. હાલમાં ૨,૮૫૮ એક્ટિવ કેસ છે જ્યારે ૪૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ એક મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક ૪,૪૧૩ છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કુલ ૨,૭૨,૨૪૦ કેસ નોંધાઇ ચૂક્યા છે.
અમદાવાદ-સુરત-વડોદરા એમ ૩ જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ સામે આવ્યા
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા એમ ૩ જિલ્લામાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૧૧૩-ગ્રામ્યમાં ૨ સાથે ૧૧૫, સુરત શહેરમાં ૧૦૧-ગ્રામ્યમાં ૯ સાથે ૧૧૦ અને વડોદરા શહેરમાં ૯૯-ગ્રામ્યમાં ૪ સાથે ૧૦૩ કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંક અમદાવાદમાં ૬૩૩૨૯, સુરતમાં ૫૪૨૮૦ અને વડોદરામાં ૩૦૨૭૩ છે.
છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું
છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ નોંધાયું હોય તેમાં અમદાવાદ ૨૩૧૬ સાથે મોખરે, ૯૭૬ સાથે સુરત બીજા અને વડોદરા ૨૪૦ સાથે ત્રીજા સ્થાને છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦૨, સુરતમાંથી ૮૧, વડોદરામાંથી ૬૧ એમ રાજ્યભરમાંથી ૪૦૫ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૪,૯૬૯ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૩૩% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩૧૯૪ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૧૯ કરોડ છે. હાલમાં ૨૨૧૫૮ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31