Last Updated on April 7, 2021 by
સુરતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાનું સંક્રમણ માઝા મુકી રહ્યું છે તેની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી છે. હાઈકોર્ટે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કે કરફ્યુનો નિર્દેશ કર્યો છે. સરકારે હજી કોઈ મહત્વનો નિર્ણય કર્યો નથી પરંતુ સુરતમાં કેટલાક વિસ્તારમાં જનતા લોકડાઉનના બેનર જોવા મળ્યાં છે. કેટલાંક વેપારીઓ જનતા લોકડાઉનની તરફેણ કરી રહ્યાં છે. જો સરકાર કોઈ મોટો નિર્ણય ન કરે તો કેટલાંક વિસ્તારમાં જનતા લોકડાઉન લાગી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને હોસ્પીટલ હાઉસ ફુલ થઈ રહી છે તેથી સુરતીઓમાં ચિંતા છે. તો બીજી તરફ સુરતના સ્માશન ગૃહોમાં મૃતદેહના અંતિમ સસંકાર માટે ત્રણથી પાંચ કલાકનું વેઈટીંગ જોવા મળતં સુરતીઓના જીવ તાળવે ચોંટયા છે. પરંતુ બીજી તરફ કોર્ટના આદેશ બાદ પણ સરકારે કોઈ મોટો નિર્ણય કરવાના બદલે રાત્રી કરફ્યુમાં એક કલાકનો સમય વધાર્યો છે જોકે, અનેક સુરતીઓ સરકારના આ નિર્ણયને યોગ્ય માનતાં નથી.
સુરતમાં કેસનો આંકડો આઠસોને પણ પાર કરી જવા છતાં પણ સુરતમાં સવારે શાક માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વિનાની ભીડ જોવામળી રહી છે. પરંતુ આ ભીડને રોકવામાં પાલિકા અને પોલીસ તંત્ર નિષ્ફળ નિવડયું છે તેથી હવે લોકડાઉન કે કડક કરફ્યુ સિવાય બિજો કોઈ વિકલ્પ નથી.
સરકાર હાલ કોઈ જાહેરાત કરી શકી નથી પરંતુ શહેરના ભટાર વિસ્તારમાં જાહેર રસ્તા પર આઈ સપોર્ટ જનતા કરફ્યુના બેનર લગાવીને લોકોને ઘરમાં રહીને સલામત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
હાલની સ્થિતિના કારણે લોકોના વેપાર ધંધા પર મોઠી અસર પડી છે જેના કારણે કેટલાક દુકાનદારો પોતાની દુકાન વહેલી બંધ કરી રહ્યાં છે. આવા વેપારીઓ એવું વિચારે છેકે આમ પણ વેપાર ધંધામાં મંદી છે અને કારીગરોનો પગાર તથા અન્ય ખર્ચ કાઢવો મુશ્કેલ પડી રહ્યો છે.
જો જનતા કરફ્યુ કે સ્વૈચ્છિક લોક ડાઉન કરવામાં આવે તો સંક્રમણનો ભોગ થવાનું પણ અટકી શકે અને ખોટર્ખર્ચ પણ અટકી શકે છે. જેના કારણે જો સરકાર કરફ્યુ કે અન્ય કોઈ નક્કર પગલાં નહી ભરે તો કેટલાક વિસ્તારમાં જનતા કરફ્યુ જોવા મળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31