Last Updated on April 8, 2021 by
રાજ્યભરમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. તેવામાં સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે. પ્રથમ દિવસે છ મૃતદેહની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી.
અગ્નિસંસ્કાર માટે 10 કલાકનું વેઇટિંગ
સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે સ્મશાનગૃહમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટ અત્યારસુધી બેથી ચાર કલાકનું હતું, પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે.
ઘરે સારવાર લેનારા દર્દીઓનાં વધુ મોત
સૌથી ચિંતાજનક સ્થિતિ એ થઈ છે કે શહેરની હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયાં છે, જેથી કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ શકતા નથી અને ઘરે જ સારવાર લઈ રહ્યા છે, જેથી પણ મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે અને કેટલાક લોકો સામાન્ય તાવ, શરદી કે ખાંસીનાં લક્ષણો હોવાં છતાં ડરના માર્યા ટેસ્ટિંગ કરાવતા નથી અને ઘરે જ સારવાર લે છે. ઘરે સારવાર લેનારા આવા દર્દીઓનાં મૃત્યુમાં પણ વધારો થયો છે, જેમના અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલ પ્રમાણે થતા નથી. આવા દર્દીઓના નોન-કોવિડ ગણાતા હોવાથી તેમની સાથે પણ સ્વજનો આવે છે. જેને કારણે સાથેના લોકોમાં પણ ચેપ ફેલાવાનું પ્રમાણ ભયંકર રીતે વધી રહ્યું છે.
6 મૃતકના અંતિમસંસ્કાર બારડોલીમાં કરાયા
સ્મશાનમાં કામ કરતા લોકોનું કહેવું છે કે નોન-કોવિડમાં અમે કેટલાક કિસ્સામાં બીમારીનું કારણ પૂછીએ ત્યારે સ્વજનો કહેતા હોય છે કે એક દિવસ તાવ આવ્યો હતો અને પછી મૃત્યુ થઈ ગયું છે. બુધવારે સુરતથી છ મૃતદેહ બારડોલી સ્મશાન ખાતે લઇ જવાયા હતા.સુરતમાં બેકાબૂ બનેલી કોરોનાની સ્થિતિને લઈને ફરી એકવખત કેન્દ્રની ટીમે સુરતમાં ધામા નાખ્યા છે.એઈમ્સના તબીબોની ટીમ નવી સિવિલ કોવિડ હોસ્પિટલ પહોંચી છે અને હોસ્પિટલના ડિન,સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી….
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31