GSTV
Gujarat Government Advertisement

સુરત હોમાઈ રહ્યું છે કોરોનાના ખપ્પરમાં / રોજે રોજે વણસી રહી છે સ્થિતિ, જાણો શું છે હોસ્પિટલોની હાલત

Last Updated on April 3, 2021 by

ડાયમંડ સીટી સુરતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. શહેરની સ્મિમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કુલ 645 દર્દીઓ દાખલ છે. જેમાંથી 456 દર્દીઓ હાલત ગંભીર હોવાનું મનાય છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ સંખ્યા 358 છે.અને 36 શંકાસ્પદ દર્દીઓ દાખલ છે. આમ કુલ 394 દર્દીઓ સિવિલના કોવિડ વોર્ડમાં સારવાર હેઠળ છે. જેમાં 270 દર્દીઓની સ્થિતિ નાજુક છે. ગંભીર સ્થિતિમાં રહેલા 270 દર્દીઓમાં 20 દર્દી વેન્ટિલેટર પર 80 દર્દી બાઈપેપ પર અને 170 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.

સુરત
  • ૩૫૮ કોરોના સંક્રમિત અને ૩૬ શંકાસ્પદ દર્દીઆે
  • સિવિલ હોસ્પિટલમાં કુલ ૩૯૪ દર્દીઆે દાખલ
  • ૨૭૦ દર્દીઓની સ્થિતિ નાજુક
  • ૨૦ દર્દીઓ વેન્ટિલેટર, ૮૦ દર્દીઓ બાઈપેપ પર
  • ૧૭૦ દર્દીઓ આેક્સિજન પર

આજ રીતે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં કોરોના સંક્રમિત 214 દર્દીઓ અને 37 શંકાસ્પદ દર્દીઓ સહિત કુલ 251 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 186 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને 10 દર્દીઓ વેન્ટીલટેર પર 46 દર્દીઓ બાઈપેપ પર અને 130 દર્દીઓ ઓક્સિજન પર રહેલા છે.

  • ૨૧૪ દર્દીઆે અને ૩૭ શંકાસ્પદ દર્દીઆે દાખલ
  • કુલ ૨૫૧ દર્દીઆે સ્મિમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • ૧૮૬ દર્દીઆેની સ્થિતિ નાજુક
  • ૧૦ દર્દીઆે વેન્ટિલેટર પર, ૪૬ દર્દીઆે બાઈપેપ પર
  • ૧૩૦ દર્દીઆે આેેક્સિજન પર

સુરતમાં ચિંતાજનક રીતે વધતા કોરોના કેસથી સ્મિમેર અને સિવિલ હોસ્પિટલને વધારા 300 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. મહાપાલિકાની એજન્સી પાસે સ્ટાફ માંગવામાં આવશે. જો કોવિડ હોસ્પિટલ ફૂલ થશે તો જૂની હોસ્પિટલના બિલ્ડિંગના આઠ વોર્ડ અને કિડની હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવાની તંત્રએ તૈયાર કરી છે. ત્યાં દાખલ થનારા દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થાની જવાબદારી કેટરિંગ એજન્સીને સોંપાશે.

  • સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં વધારાના ૩૦૦ વેન્ટિલેટરની ફાળવણી
  • મહાપાલિકાની એજન્સી પાસે સ્ટાફની માંગણી
  • જૂની હોસ્પિટલના બિલ્ડિંગના આઠ વોર્ડમાં કોવિડના દર્દીઆેની થશે સારવાર
  • કિડની હોસ્પિટલમાં કોવિડના દર્દીઆેની સારવારની તંત્રની તૈયારી
  • દાખલ થનારા દર્દીઆે માટે ભોજનની વ્યવસ્થા કેટિરંગ એજન્સીને સોંપાશે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33