GSTV
Gujarat Government Advertisement

સુરત/ આ વિસ્તારમાં કામ વિના જવાનું ટાળજો, કોરોનાનું એટલું સંક્રમણ ફેલાયુ કે તંત્ર પણ ફફડી ઉઠ્યું

કોરોના

Last Updated on March 27, 2021 by

સુરતના મહિધરપુરા વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરીમાં વધારો કરી દેવાયો છે. મહિધરપુરા વિસ્તારમાં વધુથી વધુ લોકોના કોરોના ટેસ્ટિંગ અને વેકસીનેશનની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ડાયમંડ ઓફિસમાં આવતા કર્મચારીઓ સહિત તમામ વેપારીઓ અને હીરા દલાલોના ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે.

કોરોના

કેટલાક વિસ્તારોમાં બેરીકેટીંગ મારી માઈક્રો કન્ટેનમેન્ટ અને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહિધરપુરા હીરા બજાર વિસ્તારમાં લોકોના ભારે ઘસારાના પગલે અહીં ટેસ્ટિંગની કામગીરીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કોરોના

માસ્ક વિના લોકો પર સીસીટીવી કેમેરાથી બાઝ નજર

સુરતના  મહિધરપુરા હીરા બજારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.હીરા બજાર સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ડાયમંડ વેપારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.જેના પગલે પાલિકાની સૂચના બાદ મહિધરપુરા હીરા બજારમાં તકેદારી અને સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.હીરા બજારમાં થતી ભીડ અને માસ્ક વિના લોકો પર સીસીટીવી કેમેરાથી બાઝ નજર રાખવામાં આવી રહી છે.કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે થતી ભારે ભીડને અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યા.તો વેપારીઓ અને બ્રોકરોને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સૂચનાઓ આપવામાં આવી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33