Last Updated on March 22, 2021 by
સુરતમાં ફરી એક વખત કોરોનાનો વિસ્ફોટ થયો છે અને અઠવા ઝોનમાં રવિવારે કોરોના કેસની સંખ્યાએ સેન્ચ્યુરી પૂર્ણ કરી છે. રવિવારે અઠવામાં 115 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાંદેર, લીંબાયતમાં 50થી વધુ પોઝિટિવ કેસ દાખલ થયા છે. સુરતમાં વધુ 28 વિદ્યાર્થી, ત્રણ તબીબ અને શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. વકીલ, સિવિલ હોસ્પિટલની નર્સિંગની વિદ્યાર્થિની, લાલગેટ પોલીસ મથકનો હોમગાર્ડ જવાન કોરોના સંક્રમિત થયા છે. આ સિવાય ટેકસ્ટાઈલ્સ વ્યવસાય સાથે સંકળાયેલાં 14 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવ્યા છે. તો હીરા વ્યવસાય સાથે સંકળાયેલા સાત વ્યક્તિ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે.
રવિવારે અઠવામાં 115 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતમાં વકરતા કોરોના કેસના કારણે વેસુ, અડાજણ સહિત દસ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં સગરામપુરા, નવાપુરા, રાંદેર ઝોનમાં અડાજણ ,પાલ, વરાછા ઝોનમાં મોટા વરાછા, સીમાડા, ઉધના ઝોનમાં ભેસ્તાન, કતારગામ ઝોનમાં કતારગામ અમે અમરોલીમાં ટેસ્ટિંગ વધારાયું છે. જ્યારે લીંબાયત ઝોનમાં ડીંડોલી અનેં ગોડાદરા વિસ્તારમાં ધન્વંતરી રથની સંખ્યા વધારી ટેસ્ટિંગ વધારાયું છે. સુરતમાં ધન્વંતરી રથની સંખ્યા 112 થી વધુ કરવામાં આવી છે. જ્યારે એક્ટિવ સર્વેલન્સની 1500 વધુ ટીમો મુકાઈ છે.
સિટીમાં કુલ કેસ 44,753 અને મૃત્યુઆંક 860 છે. ગ્રામ્યમાં કુલ કેસ ૧૩,૮૨૭, મૃત્યુઆંક ૨૮૭ છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક ૫૮,૫૮૦ અને મૃત્યુઆંક 1147 છે. નવી સિવિલ ખાતે કોવિડ વોર્ડમાં આજે કોરોના પોઝિટિવ 104 દર્દીઓ પૈકી 77 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 15 બાઈપેપ અને 40 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 35 દર્દીઓ પૈકી 22 દર્દીઓ ગંભીર છે.જેમાં 2 વેન્ટિલેટર, 11 બાઈપેપ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે. જયારે શહેરના એકટીવ કેસ પૈકી વિવિધ હોસ્પિટલમાં 424 દર્દી સારવાર હેઠળ દાખલ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31