Last Updated on February 26, 2021 by
ગુજરાત રાજ્યમાં ચુંટણી પુરી જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. બીજી તરફ રાજ્યના વિવિધ શહેરોમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના સુરત સિટીમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. સિટીમાં કોરોના કેસમાં આજે અઠવામાં 24 અને રાંદેર ઝોનમાં 23 સાથે 79 અને ગ્રામ્યમાં 5 મળી કુલ 84 દર્દી નોંધાયા છે. સિટીમાં વધુ 48 અને ગ્રામ્યમાં 09 મળી 57 દર્દીઓને રજા મળી છે.
સુરત સિટીમાં કોરોનાએ ફરી રફતાર પકડી
સિટીમાં નવા 79 કેસ પૈકી સૌથી વધુ અઠવામાં 24,રાંદેરમાં ૨૩,વરાછા બીમાં 11 કેસ છે. સીટીમાં સુરત કોર્ટના સુપ્રિટેન્ડન્ટ,3 વિદ્યાર્થી, ટેક્સટાઇલ-કાપડ વ્યવસાયી સહિત 6 વ્યવયાસી, પાર્લે પોઇન્ટની બેન્કના કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સિટીમાં કુલ કેસ 40,451 અને મૃત્યુઆંક 850 છે.
ગ્રામ્યમાં કુલ કેસ 13,130, મૃત્યુઆંક 287 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 53581 અને મૃત્યુઆંક 1137 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 39,286 અને ગ્રામ્યમાં 12,725 મળીને કુલ 52,011 થયો છે.નવી સિવિલમાં 11 દર્દીઓ પૈકી 4 ગંભીર અને ઓકસીજન પર છે. સ્મીમેરમાં 5 પૈકી 4ગંભીર છે.જેમાં 1 બાઇપેપ અને 3 ઓક્સિજન પર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31