Last Updated on April 10, 2021 by
સુરત શહેરમાં અત્યારે જે સ્પીડથી પેશન્ટ આવી રહ્યા છે અને જે 108ના કોલ્સ આવે છે. એ જોતાં શહેરની સ્થિતિ ગંભીર હોવાનું જિલ્લા કલેકટરે જણાવીને કહ્યું હતું કે આ કેસો જોતા આપણું હેલ્થ ઇન્ફાસ્ટ્રકચર આપણને લાંબો સમય મદદ કરી શકે તેમ નથી. શહેરની સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર બનવા તરફ ઈશારો કર્યો છે.
સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતાં બની રહેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રની એક ટીમ સુરતમાં બેઠક કરીને કોરોનાની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. આ અંગે સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે માહિતી આપી હતી કે હાલમાં જે પ્રમાણે કેસમાં વધારો થઈ રહ્યો છે. તે ગત વખત કરતાં ખૂબ વધારે ઝડપી છે. સાથે જ હોસ્પિટલની જે કેપેસિટી છે. તેના કરતાં દાખલ થનાર સંખ્યા પણ ખૂબ વધારે છે. અત્યારે હરતા ફરતા નહીં પરંતુ ઓક્સિજન પર આવનારા દર્દીઓની સંખ્યા વધારે છે. આથી જ જેમને જરૂરી કામ ના હોય અને ઘરે રહી શકતા હોય તો ઘરે જ રહો.
જિલ્લા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે અત્યારની સ્થિતિ પ્રમાણે આપણે હેલ્થ ઈન્ફરાસ્ટ્રક્ચર વધારીએ છીએ. બધું જ કરીએ છીએ પરંતુ હોસ્પિટલમાં કોરોના પેશન્ટનો ઘસારો પણ એટલો જ છે. એટલે જ અત્યારે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરીએ, ઘરે રહીશું આ મહામારીના સમયમાં આપણે બચી શકીશું, આપણને યોગ્ય સારવાર મળશે.
વધુમાં અત્યારે જે પ્રમાણે કેસ આવી રહ્યા છે તે પ્રમાણે આપણું હેલ્થ ઈન્ફરાસ્ટ્રક્ચર આપણને લાબો સમય મદદ ના કરી શકે. આથી આપણે પોતે પોતાની મદદ કરીએ અને ઓછામાં ઓછા બહાર નીકળીએ. આ જ એકમાત્ર આ મહામારીને નાથવાનો ઉપાય છે. જેટલા સંપર્કમાં ઓછા આવીશું તેટલા કેસ ઓછા થશે. ભવિષ્યમાં હોસ્પિટલમાં એટલા કેસ ઓછા આવશે. તેથી દાખલ સંખ્યા પણ ઓછી થતી જશે.
અત્યારે જે સિરિયસ પેશન્ટ આવે છે. તેટલા પેશન્ટ ગત વખતે આવતા ના હતા. જે સ્પીડથી પેશન્ટ આવી રહ્યા છે અને 108ના કૉલ આવી રહ્યા છે. એના પ્રમાણે પરિસ્થિતિ ગંભીર છે.કોરોનાના વધતા જતા કેસને કારણે સુરતની સ્થિતિ દિવસેને દિવસે બગડી જઈ રહી છે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી AIIMSની આજે સુરત આવી પહોંચી હતી.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો રાફડો ફાટયો છે અને ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સુરતમાં સારવારની જરૂર પડે જેવા કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે. સુરતની સ્થિતિ સ્ફોટક બનતા કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ચિંતિત થઈ છે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી AIIMSની ટીમ આજે સુરત મહાનગરપાલિકામાં આવી પહોંચી છે. પાલિકાના સ્મેક સેન્ટરમાં પાલિકા કમિશનર તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ આ ટીમ સિવિલ હોસ્પિટલ પણ જશે. સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે AIIMS નાં 12 અધિકારીઓની ટીમ સુરતની મુલાકાત લઈને પોતાનો પ્રતિભાવ આપશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31