GSTV
Gujarat Government Advertisement

દર્દીઓને અપાતા ટિફિન કચરામાં મળ્યા, Suratની નવી સિવિલમાં કોરોના હોસ્પિટલમાં ગંભીર બેદરકારી

Last Updated on April 2, 2021 by

સુરતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે બીજી તરફ નવી સિવિલના કોવિડ વોર્ડમાં ચાલતી લાલીયાવાડીની પોલ ખોલતી ઘટના બની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પરિજનો દ્વારા લાવવામાં આવેલ ટિફિન કચરામાં મળ્યા છે. નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં રેઢિયાર કારભારનો આ નમૂનો છે.

દર્દીને કલાકો સુધી ભોજન વિના રંજાડવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થયો

દર્દીને કલાકો સુધી ભોજન વિના રંજાડવામાં આવતા હોવાનો પણ આક્ષેપ થયો છે. હોસ્પિટલના સ્ટાફ અને અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ થયા છે. અધિકારીઓને રજુવાત કરવા છતાં એકબીજા પર ખો નાખી રહ્યાનો દર્દીના સગાઓએ આક્ષેપ કર્યો છે.

કોરોનાનો નવો સ્ટ્રેઇન શહેરમાં વધુ ઝડપથી ફેલાવાના કારણે મૃત્યુદરમાં વધારો નોંધાઈ રહ્યો છે.શહેરમાં વધતા કોરોના કેસોના પગલે 1,650 જેટલા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.જેમાં 2 લાખથી વધુ લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. અને સુરત કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર રોકવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.દરેક ટીમમાં પોલીસના બે જવાન અને પાલિકાના એક કર્મચારીને વાહનની ફાળવણી કરવામાં આવી છે.

કોરોનાનો નવો સ્ટ્રેઇન શહેરમાં વધુ ઝડપથી ફેલાવાના કારણે મૃત્યુદરમાં વધારો નોંધાઈ રહ્યો છે

કન્ટેનમેન્ટ ઝોનના નિયમોના ભંગ કરતા લોકો સામે પચાસ જેટલી ટીમો પાલિકા દ્વારા બનાવવામાં આવી છે.  .સુરતમાં પ્રતિદિવસ 25 હજાર રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.જ્યારે 4 હજારથી વધુ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે .સુરતમાં કોરોનાનું નવો સ્ટ્રેઇન ઝડપથી વધી રહ્યો છે જેના પગલે લોકોએ સામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવી ફરજિયાત તબીબી સારવાર લેવી જરૂરી હોવાનું આરોગ્ય અધિકારીએ કહ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33