Last Updated on April 4, 2021 by
સુરતમાં નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની અદલાબદલી મામલે વહીવટી તંત્રએ ખાનગી એજન્સી પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. તંત્રની ભૂલ બાદ હોસ્પિટલમાં એક બેઠક મળી હતી. જેમાં તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. અંતે હોસ્પિટલ તંત્રએ પણ ભૂલનો સ્વીકાર કર્યો છે. તો વળી કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે તે બાદ જવાબદાર સામે પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો કે જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા મુસ્લિમ પરિવારના સ્વજનનો મૃતદેહ અન્ય પરિવારને આપી તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યાં. શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય શબાના મોહમ્મદ અન્સારી છેલ્લાં 10 દિવસથી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. ગઇ કાલે બપોરે પરિવારજનોએ શબાના સાથે ફોન પર એક કલાક સુધી વાતચીત કરી હતી. જ્યાર બાદ સાંજે 5 વાગ્યે હોસ્પિટલના તંત્રએ શબાનાના મોતના સમાચાર તેમના પરિવારજનોને આપ્યાં હતાં.
બીજા દિવસે શબાનાના પરિવારજનો મૃતદેહ લેવા પહોંચ્યા તો તેમને શબાનાને બદલે અન્ય હિંદુ મહિલા સુશીલાબેન દતાત્રેય બેગલનો મૃતદેહ આપતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતાં. બીજી તરફ મૃતક શબાના અન્સારીનો મૃતદેહ હિંદુ પરિવારને સોંપી દેતા તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યાં હોવાનું સામે આવતા પરિવારજનો વિફર્યા હતાં. નવી સિવિલ હોસ્પિટલનો ગંભીર છબરડો સામે આવતા શબાનાના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. અંતે હોસ્પિટલના તંત્રએ સમગ્ર ભૂલનો સ્વીકાર પણ કર્યો હતો. જો કે, બીજી તરફ હોસ્પિટલના તંત્રએ સમગ્ર ઘટના મુદ્દે ચુપકીદી સેવતા અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31