Last Updated on March 10, 2021 by
સુરતની સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાલ હજુ પણ યથાવત છે. હડતાલ પર રહેલા કર્મચારીઓનો એક માસનો પગાર ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે પરંતુ હજુ એક માસનો પગાર બાકી છે. જેથી તે પગાર પણ ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે વર્ગ 3 અને 4ના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કર્મચારીઓના વિરોધના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડિન અને સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ કોન્ટ્રાકટર સાથે કર્મચારીઓના આગેવાનોની બેઠક બાદ મહદ અંશે સમાધાન થયું છે પરંતુ અન્ય એક માસનો પગાર ચૂકવવાની માંગ સાથે વિરોધ યથાવત છે.
અત્રે નોંધનીય છે કે, પહેલાં કર્મચારીઓનો આક્ષેપ હતો કે છેલ્લાં બે માસનો પગાર બાકી હોવાના કારણે ઘરનું ભાડું અને પરિવારનું ભરણ પોષણ ચલાવવું મુશ્કેલ બન્યું છે. અગાઉ બેંક ખાતામાં પગારની ચુકવણી કરી દેવામાં આવતી હતી પરંતુ છેલ્લાં બે માસનો પગાર કોન્ટ્રાકટર દ્વારા ચૂકવવામાં આવ્યો નથી. પરંતુ કોરોના મહામારી વચ્ચે કર્મચારીઓની હડતાળને કારણે હોસ્પિટલની કામગીરીને માઠી અસર પડતા હડતાલ પર રહેલા કર્મચારીઓનો એક માસનો પગાર ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે પરંતુ હજુ એક માસનો પગાર બાકી હોવાથી વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાલ હજુ પણ યથાવત છે. તેઓનું કહેવું છે કે, જ્યાં સુધી પગાર નહીં ચુકવવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાળ પર બેસીને પોતાનો વિરોધ ચાલુ રાખશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31