Last Updated on March 15, 2021 by
સુરત શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. પ્રતિ દિવસ શહેર સહિત જિલ્લામાં 200 થી વધુ કેસ સામે આવ્યા. પાલિકાએ અગમચેતીના પગલારૂપે કોરોના કેસોને લઈ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.પ્રતિ દિવસ સુરતમાં 14 હજાર જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.પાલીકાએ સ્મીમેર હોસ્પિટલમાં બંધ કરાયેલી કોવિડ હોસ્પિટલ ફરી કાર્યરત કરવાની તૈયારી કરી છે.
કોવિડ સેન્ટરો પણ શર કરવા સૂચના આપવામાં આવી
અલગ અલગ સમાજના લોકો દ્વારા અગાઉ શરૂ કરાયેલા કોવિડ સેન્ટરો પણ શર કરવા સૂચના આપવામાં આવી છે…બહારગામ અને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ મળી રહ્યું છે.જેના કારણે સુરતમાં કેસોનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે..પાલિકાએ સુરતની જનતાને ફરજિયાત માસ્ક, ,હેન્ડ સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31