Last Updated on March 25, 2021 by
સુરતના રાત્રિ કરફ્યુએ સામાન્ય શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકીનો ભોગ લીધો હોવાનો આક્ષેપ લાગ્યો છે. પાંડેસરામાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીને રાત્રે ઝાડા-ઉલટી થઈ હતી. પરંતુ રાજ્યના મહાનગરોમાં લગાવેલા રાત્રિ કરફ્યુના આ બાળકી માટે કોઇ પણ જાતનું વાહન ન હોતું મળ્યું. જેના કારણે હોસ્પિટલ જવામાં વિલંબ થતા બાળકીએ દમ તોડ્યો છે. તદુપરાંત માતા પાસે મોબાઈલ પણ ન હતો કે જેથી તેઓ 108ને કોલ કરીને જાણ કરી શકે. જો કે બાદમાં સવારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી અને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસો વધતા રાજ્યના 4 મહાનગરો જેવાં કે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવી દેવામાં આવતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે કેટલાંક લોકોને ઘરે જતી વખતે અથવા તો કોઇ પણ ઇમરજન્સી વખતે વાહનની સુવિધા પણ નથી મળતી. જેથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ઉપરાંત રાત્રિ સમયે વહેલા કરફ્યુ લગાવી દેવાતા વેપારીઓમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓની પણ રાત્રિ કરફ્યુ 11 કે 12 વાગ્યાથી લગાવવામાં આવે તેવી માંગ છે.
ત્યારે ગુજરાતમાં અગાઉ લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે પહેલેથી જ લોકોના નોકરી-ધંધા પડી ભાંગ્યા છે તો સાથે-સાથે શ્રમજીવી મજૂરવર્ગ પણ પહેલેથી જ પરેશાન થઇ ગયો છે. ત્યારે હાલમાં પણ કેટલાંક ગરીબ પરિવારના લોકો તો લોકડાઉનના ડરથી પોતપોતાને વતન તરફ પરત ફરી રહ્યાં છે. ત્યારે સુરતમાં રાત્રિ કરફ્યુએ એક સામાન્ય શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકીનો ભોગ લઇ લીધો હોવાના આક્ષેપ થઇ રહ્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31