GSTV
Gujarat Government Advertisement

સુરતી લાલાઓ માટે ચિંતાજનક સમાચાર, શહેરનો સેન્ટ્રલ મોલ થયો બંધ, એક બે નહીં 10થી વધુનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Last Updated on April 1, 2021 by

સુરતમાં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે.પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે. ચૌદ દિવસ માટે સમગ્ર સેન્ટ્રલ મોલને બંધ કરાયો છે. મોલમાં  230 લોકોના ટેસ્ટ કરવામાં આવ્ય હતા જેમાંથી  17 લોકો  કોરોના પોઝીટિવ મળી આવ્યા હતા. તમામ પોઝિટિવને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

સુરતી લાલાઓ માટે ચિંતાજનક સમાચાર

તમામ પોઝિટિવને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા

સુરતમાં કોરોનાની વણથંભી રફ્તારમાં બુધવારે સિટીમાં ત્રણના મોત સાથે નવા ૬૦૨ દર્દી નોંધાયા છે. જ્યારે જીલ્લામાં ૧૪૨ મળી ૭૪૪ નવા કેસ સાથે કુલ આંક ૬૫ હજારને પાર થયો છે.  બીજીતરફ સિટીમાં ૬૧૦ અને ગ્રામ્યમાં ૫૫ મળીને ૬૬૫ દર્દીએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી છે.

પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા પુણાગામના ૬૦ વર્ષના પ્રોઢ અને રાંદેરની ૫૫ વર્ષની મહિલાનું મોત થયુ છે જ્યારે સ્મીમેરમાં સારવાર લઇ રહેલી ડિંડોલીની ૫૫ વર્ષની મહિલાનું પણ બુધવારે કોરોનાથી મોત થયુ છે. ગ્રામ્યમાં એકપણ મોત નોંધાયુ નથી.

સિટીમાં  નવા ૬૦૨ કેસ પૈકી સૌથી વધુ અઠવામાં ૧૧૭, રાંદેરમાં ૧૦૦ કેસ છે. સિટીમાં કુલ કેસ ૫૦,૨૩૪  અને  મૃત્યુઆંક ૮૮૮ છે. ગ્રામ્યમાં કુલ કેસ ૧૪,૯૬૧, મૃત્યુઆંક ૨૮૮  છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક ૬૫, ૧૯૫ અને મૃત્યુઆંક ૧૧૭૬ છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક ૪૬,૬૩૭ અને ગ્રામ્યમાં ૧૩,૫૧૮ મળીને કુલ ૬૦,૧૫૫ થયો છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33