GSTV
Gujarat Government Advertisement

સુરતની આઈશા/ નદીનો બ્રિજ ચડતી હતી અને લોકો દોડ્યા, પતિના ત્રાસથી બાળકોને એકલા મૂકી પહોંચી હતી નદીના બ્રિજ પર

Last Updated on March 4, 2021 by

અમદાવાદમાં આયશાએ પતિના ત્રાસથી કંટાળી કરેલા આપઘાતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારે આવી જ એક ઘટના બનતા સુરતમાં રહી ગઈ છે. સુરતમાં રહેતી મહિલા આપઘાત કરવા માટે ચોક બજાર ખાતે આવેલ નહેરૂ બ્રિજ પર આપઘાત કરવા પહોંચી હતી. જો કે ત્યાંથી પસાર થતા એક મીડિયા કર્મી સાથે અન્યોએ મહિલાને આપઘાત કરવા નદીનાબ્રિજની પાળી પર ચઢતા જોઈ દોડી જઈ તેણીને બચાવી લીધી હતી.

સ્થાનિક લોકોની નજર પડતા મહિલા ને આપઘાત કરતા અટકાવી.

  • સુરતમાં આપઘાત કરવા પોહચેલી યુવતીને લોકોએ બચાવી
  • પતિના ત્રાસથી પરણીતા આપઘાત કરવા ચોકબજાર હોપ પુલ પર પોંહચી હતી.
  • સ્થાનિક લોકોની નજર પડતા મહિલા ને આપઘાત કરતા અટકાવી.
  • પરણીતા પતિના ત્રાસ મામલે પોલીસ ફરિયાદ કરતા કોઈ ધ્યાન નથી આપતા હોવાના આક્ષેપ…
  • ઘટના જાનકારી મળતા પોલીસ પણ પહોંચી હતી.
  • મહિલાને ભારે સમજાવટ બાદ પોલીસ મથકે લઈ જવામાં આવી.

મહિલાને આપઘાત કરવા નદીનાબ્રિજની પાળી પર ચઢતા જોઈ દોડી જઈ તેણીને બચાવી લીધી

મહિલા સાથે વાત કરતા તેના બે બાળકો હોવાનું અને પતિ દ્વારા અપાતા વારંવારના ત્રાસથી કંટાળી આપઘાત કરવા પહોંચી હોવાનું જણાવ્યુ હતું. જો કે મહિલા આપઘાત કરવા પહોંચી હોવાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને મહિલાને સમજાવી લઈ ગઈ હતી. હાલ તો સુરતમાં પણ અમદાવાદની આયશા વાળી ઘટના બનતા રહી જતા હાશકારો અનુભવાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33