GSTV
Gujarat Government Advertisement

સુપ્રીમ કોર્ટની ટકોર: મહિલાઓ શું પહેરે અને કેવી રીતે રહે, તેના પર ટિપ્પણી કરવાથી દૂર રહો

Last Updated on March 19, 2021 by

સુપ્રીમ કોર્ટે યૌન ઉત્પીડનના એક આરોપીને પીડિતા પાસે રાખડી બંધાવાની શરતે જામીન આપવાના મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને રદ કરી દીધો છે. કોર્ટે આવા મામલા માટે દિશા-નિર્દેશ જાહે કરતા કહ્યુ હતું કે, જજ મહિલાઓના કપડા અને આચરણ પર ટિપ્પણ કરવાથી બચીને રહેવુ જોઈએ. મહિલાઓ શું પહેરે અને કેવી રીતે રહે. તેના પર ટિપ્પણી કરવાથી બચવું જોઈએ. જજ ક્યારેય એવું ન કહે કે, તેને આવુ કપડા કેમ પહેર્યા, તેને એક આદર્શ મહિલા તરીકે વ્યવહાર કરવો જોઈએ. એટલુ જ નહીં, દારૂ અને સિગરેટ પીઈને તેણે પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કર્યા, જેના કારણે તેની સાથે યૌન શોષણ થયું.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટોને આપી સલાહ

વડી અદાલતે યૌન અપરાધો સાથે જોડાયેલા મામલામાં મહિલા વિરુદ્ધ રૂઢિવાદી વિચારધારથી બચવાની સલાહ આપી છે. કોર્ટે કહ્યુ છે કે, પોતાના તરફથી પીડિત અથવા આરોપીની વચ્ચે લગ્ન, મેળ-મિલાપ અથવા સમાધાન કરાવાની શરત અને સલાહ વગેરે ન આપો. કોર્ટે દિશા-નિર્દેશમાં એવુ પણ કહ્યુ છે કે, શરતોમાં અરજીકર્તાને આરોપી દ્વારા કોઈ પણ ઉત્પીડનથી બચાવા માટેના પ્રયાસ થવા જોઈએ.

કોર્ટે કહ્યુ હતું કે, જ્યાં પણ જામીન આપવામાં આવે છે, અરજી કર્તા તુરંત સંજ્ઞાનમાં લે કે, આરોપીને જામીન મળ્યા છે. જામીન શરતોમાં મહિલાઓ અને સમાજમાં તેમના સ્થાનને લઈને રૂઢિવાદી અથવા પિતૃસત્તાત્મક ધારણાઓથી હટીને નિર્દેશ હોવા જોઈએ.

કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈંડિયાને નિર્દેશ આપ્યો છે કે, કાયદાના પાઠ્યક્રમમાં યૌન અપરાધ અને લૈંગિક સંવેદનશીલતાના પાઠ શામેલ કરવામા આવે. સાથે જ ન્યાયિક એકેડેમીમાં પણ જજોને સંવેદનશીલ બનાવવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33