Last Updated on March 5, 2021 by
ગ્રેજ્યુએશનને ન્યૂ બેઝિક એજ્યુકેશન ગણાવતાં સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને 18 વર્ષનો નહીં, પરંતુ તેમના સ્નાતક થાય ત્યાં સુધી પુત્રને ઉછેરવાનું કહ્યું છે. ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ એમ.આર.શાહની ખંડપીઠે ગુરુવારે ફેમિલી કોર્ટના તે હુકમમાં ફેરફાર કર્યો જેમાં કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીએ પુત્રના શિક્ષણનો ખર્ચ 18 વર્ષની ઉંમર સુધી વહન કરવાનું કહેવામાં આવ્યુ હતું.
હકીકતમાં, આરોગ્ય વિભાગમાં કામ કરતા કામદારને જૂન 2005 માં તેની પહેલી પત્નીથી છૂટાછેડા થઈ ગયા હતા, ત્યારબાદ સપ્ટેમ્બર 2017 માં ફેમિલી કોર્ટે બાળકને ઉછેરવા માટે તે વ્યક્તિને દર મહિને 20 હજાર રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો હતો. બાદમાં તેણે હાઇકોર્ટની શરણ લીધી હતી. રાહત ન મળતાં તે વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી.
સર્વોચ્ચ અદાલતે ગ્રેજ્યુએટને નવું મૂળભૂત શિક્ષણ ગણાવ્યું, ફેમિલી કોર્ટના નિર્ણયને પલટાવતા કહ્યું કે, 18 વર્ષની ઉંમરે આર્થિક મદદ પૂરી પાડવી આજની પરિસ્થિતિમાં પૂરતી નથી, કારણ કે હવે મૂળભૂત ડિગ્રી કોલેજ પૂરી કર્યા પછી જ પ્રાપ્ત થાય છે.
સરકારી કર્મચારીએ કહ્યું વેતન જ 21 હજાર છે તો કઈ રીતે આપવા 20 હજાર
કર્મચારી તરફથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરાઈ કે, તેના હાથમાં આવનારી રકમ જ લગભગ 21 હજાર છે. અમારા કલાઈન્ટે બીજા લગ્ન કર્યા છે.અને બીજા લગ્નથી તેને બે બાળકો છે એવામાં પહેલા લગ્નથી જન્મેલા બાળકને પ્રતિ માસ 20 હજાર રૂપિયા આપવા અસંભવ છે.
આખરે તેમાં બાળકનો શું વાંક
સરકારી કર્મચારી તરફથી રજુઆત કરતા વકીલે સુપ્રીમ કોર્ટમાં એ પણ કહ્યુ કે, અમારા છૂટાછેડા એટલા માટે થયા હતા કારણ કે, પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હતા. ખંડપીઠે આ દલીલને ફગાવતા કહ્યુ કે, તમે તેના બાળકને દોષિત સાબિત ન કરી શકો. આખરે આ બાબતમાં આ બાળકનો શું વાંક. ખંડપીઠે એ પણ કહ્યુ કે, જયારે તમે બીજા લગ્ન કર્યા તો તમે એ સારી રીતે જાણતા હશો કે તમારે પહેલા લગ્નનથી જન્મેલા બાળકની પણ દેખરેખ રાખવી પડશે.
10 હજાર રૂપિયા પ્રતિ માસ દેવાનું કહ્યું
કોર્ટમાં બાળકની માતાની તરફથી હાજર રહેલા વકીલ ગૌરવ અગ્રવાલે જણાવ્યું કે તેઓ જો પિતાને દર મહિને જાળવણી માટે ઓછી રકમ આપવાની સૂચના આપવામાં આવે તો વધુ સારું રહેશે, પરંતુ બેચલરની ડિગ્રી લે ત્યાં સુધી જાળવણીની રકમ ચાલુ રહેશે. ખંડપીઠે આ પ્રસ્તાવને સાચી ગણાવતા શખ્સને માર્ચ 2021થી દિકરાની સારસઁભાળ માટે 10 હજાર પ્રતિ મહિને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથે સાથે એવું પણ કહ્યું છે કે દર નાણાકીય વર્ષે આ રકમ એક રૂપિયામાં વધારવી પડશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31