GSTV
Gujarat Government Advertisement

સેનામાં મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવાની પ્રક્રિયા ભેદભાવ ભરેલી, સુપ્રીમ કોર્ટે આપ્યા રીવ્યુના આદેશ

Last Updated on March 25, 2021 by

મહિલા સૈન્ય અધિકારીઓને સ્થાયી કમિશન આપવા મામલે સુપ્રીમ કોર્ટે સેનાને મોટો ઝટકો આપ્યો છે.  શોર્ટ સર્વિસ કમિશનમાં પરમેનન્ટ કમિશન આપવા મામલે જસ્ટિસ ડી. વાઈ. ચંદ્રચુડની અધ્યક્ષતા વળી ખંડપીઠે આજે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે સમાજ પુરુષો માટે પુરુષો દ્વારા જ બનાવવામાં આવ્યો છે, જો આ નહિ બદલાય તો મહિલાઓને સમાન અવસર નહિ મળી શકે.

જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે મહિલા અધિકારીઓને સેનામાં સ્થાયી કમિશન આપવા માટે ACRsની પદ્ધતિ ભેદભાવભરી અને મનમાની વાળી છે, આર્મીની આ પદ્ધતિ મહિલાઓને સ્થાયી કમિશન આપવાની સમાન તક નહીં આપી શકે. કોર્ટે સ્થાયી કમિશન માટે યોગ્ય મહિલા અધિકારીઓને 2 મહિનાની અંદર પોસ્ટિંગ આપવાનો નિર્દેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ACR એટલે કે સર્વિસનો ગોપનીય રેકોર્ડ જાળવી રાખવાની પ્રક્રિયા વધુ પારદર્શી થાય, તેના મૂલ્યાંકનની પ્રક્રિયા નવેસરથી નક્કી કરવામાં આવે જેથી કોઈ અધિકારી સાથે ભેદભાવ ન થાય. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં આપવામાં આવેલ પોતાના ચુકાદા છતાં સેનામાં અનેક મહિલા અધિકારીઓને ફિટનેસ અને અન્ય યોગ્યતા અને શરતો પૂર્ણ કરવા છતાં સ્થાયી કમિશન ન આપવાને ખોટું ગણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી હાઇકોર્ટે આ મુદ્દે 2010માં પહેલો ચુકાદો આપ્યો હતો, 10 વર્ષ વીતવા છતાં મેડિકલ ફિટનેસ અને શરીરના આકારના આધારે સ્થાયી કમિશન ન આપવું યોગ્ય નહીં. આ ભેદભાવપૂર્ણ અને અનુચિત છે.

કોર્ટે સેનાને નિર્દેશ આપ્યો છે કે તે એક મહિનાની અંદર મહિલા અધિકારીઓ માટે સ્થાયી કમિશન આપવા પર વિચાર કરે અને નિયત પ્રક્રિયાનું પાલન કરીને 2 મહિનાની અંદરોઅંદર આ અધિકારીઓને સ્થાયી કમિશન આપે.

આ પહેલા ગત વર્ષે સુપ્રીમ કોર્ટે મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવા માટે આદેશ કર્યો હતો. દિલ્હી હાઇકોર્ટે પણ વર્ષ 2010માં પન મહિલાઓને પરમેનન્ટ કમિશન આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ 284 માંથી માત્ર 161 મહિલાઓને જ પરમેનન્ટ કમિશન આપવામાં આવ્યું હતું. આ લોકોને મેડિકલ ગ્રાઉન્ડ પર રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેમને રિજેક્ટ કરવામાં આવી છે તેમને વધુ એક તક આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્મીનો મેડિકલ ક્રાઈટેરિયા યોગ્ય નહોતો. મહિલાઓ સાથે ભેદભાવ થયો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે મહિલા અધિકારીઓ પોતાની નોકરીના દસમા વર્ષે જે મેડિકલ સ્ટાન્ડર્ડમાં હતી તેના હિસાબે જ તેમને આંકવામાં આવે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33