GSTV
Gujarat Government Advertisement

‘વસૂલીભાઈ’ દેશમુખ પર થશે સીબીઆઈ તપાસ, પૂર્વ કમિશનરની અરજી પર બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

Last Updated on April 5, 2021 by

મહારાષ્ટ્રના ગૃહરાજ્ય પ્રધાન અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડની વસુલીના આરોપીની હવે સીબીઆઈ તપાસ શરૂ કરશે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો. જોકે સીબીઆઈ તુરંત જ આ મામલે  કેસ દાખલ નહી કરે પરંતુ તપાસ શરૂ કરશે.

આ કેસ પર ચુકાદો આપતા બોમ્બે હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યુ છે કે, અનિલ દેશમુખ પર આ આરોપ લાગ્યા છે અને તેઓ ખુદ ગૃહરાજ્યપ્રધાન છે. તેવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર રહી ન શકાય અને આથી સીબીઆઈ તપાસ થવી જોઈએ.

મુંબઈ પોલીસન પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા આજે સોમવારે બોમ્બે હાઇકોર્ટે મહત્વનો ફેંસલોઃ સંભળાવ્યો છે. 100 કરોડ્ડ રૂપિયાની વસૂલીના આરોપોની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલ આરોપો પર બોમ્બે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. જોકે, સીબીઆઈ હાલ તાત્કાલિક આ મામલે તપાસ શરૂ નહીં કરે.

કોર્ટ

પરમબીર સિંહની અરજી પર ચુકાદો આપતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે આ મામલે એફઆઈઆર થઇ છે. પોલીસને તપાસ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું છે કે અનિલ દેશમુખ પર આરોપો લાગ્યા છે અને તે રાજ્યના ગૃહમંત્રી છે. એવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર ન રહી શકાય. એટલે સીબીઆઈએ સમગ્ર કેસની તપાસ કરવી જોઈએ.

બોમ્બે હાઇકોર્ટે આદેશ કર્યો કે સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરવી જોઈએ જેમાં તમામે સહકાર આપવો જોઈએ. 15 દિવસમાં સીબીઆઈના ડાયરેક્ટરને એક રિપોર્ટ સોંપવામાં આવશે. જો સીબીઆઈની રિપોર્ટમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કેસ મજબૂત બને છે તો સીબીઆઈ એફઆઈઆર દાખલ કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33