Last Updated on March 17, 2021 by
સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ સાથે નહીં જોડવાના કારણે લગભગ સાડા ત્રણ કરોડ જેટલા રદ કરાયેલા રાશન કાર્ડને લઈને બુધવારે આ ઘટનાને અત્યંત ગંભીર બતાવી હતી અને આ મામલે કેન્દ્ર તથા તમામ રાજ્યો પાસેથી જવાબ માગ્યો હતો.ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે અને જસ્ટિસ એ.બી. બોપન્ના તથા જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની બેંચે કહ્યુ હતું કે, આને વિરોધાત્મક મામલા તરીકે ન જોવુ જોઈએ. કારણ કે, આ ખૂબ જ ગંભીર બાબત છે. બેન્ચે કહ્યુ હતું કે, આ મામલે આગામી સુનાવણી પણ થશે.
આ વિરોધાત્મક કેસ નથી, પણ સુનાવણી કરીશું
આ બેન્ચે આ કેસને લઈને કહ્યુ હતું કે, અમે આપની પાસે (કેન્દ્ર સરકાર પાસે) આધાર કાર્ડ મામલે કારણ જવાબ માગી રહ્યા છીએ. આ વિરોધાત્મક કેસ નથી. તેથી અમે તેના પર સુનાવણી કરીશું. નોટિસ જાહેર કરવામાં આવે. જેના પર ચાર અઠવાડીયામાં જવાબ આપવામાં આવે.
2019માં દાખલ કરવામાં આવી હતી જાહેરહિતની અરજી
9 ડિસેમ્બર 2019મા રોજ કાયદેસર આધાર કાર્ડ ન હોવાના કારણે રાશન આપવાથી વંચિત રખાયેલા લોકોના મોત થયા હોવાના આરોપમાં તમામ રાજ્યો પાસેથી જવાબ માગ્યા હતા. આ અરજી દેવીએ દાખલ કરી હતી. જેની ઝારખંડમાં 11 વર્ષની દિકરી સંતોષી ભૂખ્યા રહેવાના કારણે 18 સપ્ટેમ્બર 2018ના રોજ મૃત્યુ પામી હતી. સંતોષીની બહેન ગુડિયા દેવી મામલે સંયુક્ત રીતે અરજીકર્તા છે.
2007માં રાશન મળવાનું બંધ થયું
અરજીમાં કહેવાયુ છે કે, સ્થાનિક અધિકારીઓએ તેમનુ રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાયેલુ ન હોવાના કારણે રદ કરી દીધુ હતું. જેના કારણે તેમના પરિવારને માર્ચ 2007થી રાશન મળવાનું બંધ થઈ ગયું અને સમગ્ર પરિવાર ભૂખ્યો રહેવા માટે મજબૂર બન્યો.તેની દિકરી સંતોષીને ખાવાનું ન મળવાના કારણે મોત થઈ ગયું.
બોમ્બે હાઈકોર્ટમાં પણ સામે આવ્યો હતો મામલો
સુનાવણી દરમિયાન અરજીકર્તા કોયલી દેવી તરફ કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોંજાલ્વિસે કહ્યુ હતું કે, અરજી એક મોટા મુદ્દાને રજૂ કરે છે. ત્યારે આ ઘટનાને લઈને સીજેઆઈએ કહ્યુ હતું કે, બોમ્બે હાઈકોર્ટમાં પણ મારી સામે આવા જ પ્રકારનો એક કેસ આવ્યો હતો. મને લાગે છે કે, આ મામલો સંબંધિત કોર્ટમાં દાખલ કરવો જોઈએ. આ બેન્ચે કહ્ય હતું કે, આ ઘટનાએ કેસનો દાયરો હવે વધારી દીધો છે.
રાશન કાર્ડ રદ કરવાના નિર્ણયને બતાવ્યો ખોટો
ગોંજાલ્વિસે આપેલી દલીલ મહત્વની છે, કારણ કે, કેન્દ્ર સરકારે લગભગ ત્રણ કરોડ જેટલા રાશન કાર્ડ રદ કરી નાખ્યા છે. પીઠે કહ્યુ હતું કે, તેઓ અન્ય કોઈ દિવસે આ કેસની સુનાવણી કરશે. ગોંજાસ્વેસે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કેટલાય રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાયેલા ન હોવાના કારણે રદ કરી નાખ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31