Last Updated on March 8, 2021 by
ઠંડીના વાતાવરણમાં વધુ લોકો આળસ કરે છે અને એના કારણે સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપતા નથી. જો કે હવે ગરમીઓની મોસમ આવી ગઈ છે. અને આ બદલાતા વાતાવરણ સાથે શરીર પર ધ્યાન આપવું ખુબ જરૂરી છે. આવો જાણીએ એ કઈ રીતે તમે તમારી બોડીને ગરમીઓના મોસમમાં ચુસ-દુરુસ્ત રાખી શકો.
સમય પૂર સુવાનું રૂટિન બનાવો
ગરમીઓન દિવસ લાંબા હોય છે અને શરદીની તુલનામાં આ વાતાવરણમાં લોકોને રાત્રે જલ્દી ઊંઘ આવતી નથી. જો તમને પણ બેડ પર ગયા પછી ઊંઘ આવતી નથી તો નાકમાં એસેન્શીયલ ઓઇલના બે ટીપા નાખો. સ્ટડી અનુસાર એસેન્શિયલ ઓઇલની સુગંધથી બોડી રિલેક્સ થાય છે અને ઊંઘ આવી જાય છે.
સ્કિન કેર
ઠંડીના મોસમમાં શુષ્ક હવાના કારણે સ્કિનમાં ખંજવાળ થાય છે. પોતાની ત્વચાની હંમેશા દેખરેખ રાખો અને સ્કિનને એક્સફોલિએટ કરો. એનાથી ડેડ સ્કીન નીકળી જશે અને ત્વચામાં નિખાર આવશે. ગરમ પાણીથી ન ન્હાવો અને ચહેરો હંમેશા ઠંડા પાણીથી ધોવો .
કીડા-મકોડાથી બચાવ
ગરમીઓના વાતાવરણમાં મચ્છર અને પિસ્સુ જેવા કીડા-મકોડાથી થનારી બીમારી વધી જાય છે. એના બચાવ માટે ફૂલ સ્લીવના કપડાં પહેરો. મોશ્ક્યુંતો રિપેલેન્ટ લગાવવાની આદત રાખો. એનાથી મચ્છર કરડવાની અસર નહિ થાય. એ ઉપરાંત ઘરને સાફ રાખો જેથી નાના-નાના કીડા ન આવે.
ખાન-પાન પર ધ્યાન આપો
ગરમીના વાતાવરણમાં ખાવાના પર ખાસ ધ્યાન આપો. હલકું ભોજન ખાઓ જેથી પચવામાં સરળતા રહે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે કઈ પણ ત્યારે જ ખાઓ જયારે તમને વાસ્તવમાં ભૂખ લાગી હોય નહિ તો પેટ હંમેશા ભરેલું રહેશે અને વજન વધતો જશે. તમે શું ખાઈ રહ્યા છો એના પર ધ્યાન આપવાની જરૂરત છે. ભૂખથી થોડું ઓછું જમો.
યોગ્ય બુટની પસંદગી કરો
ગરમીઓમાં ચપ્પલના કારણે તમારા પગ ખરાબ થાય છે. જો એક કેટલાક લોકો ફેશનના ચક્કરમાં પગોને આરામ પર ધ્યાન આપતા નથી. આ વાતવરણમાં ફ્લેટ અને રબરની છાલ વાળા બુટ-ચમ્પલ વધુ આરામ આપે છે. એમાં હાડકા પર દબાણ આવે છે. પગમાં દુખાવો થતો નથી અને પગમાં ગોખરુ અથવા ફુલ્લા પડતા નથી. દુર્ગંધ દૂર કરે છે અને બુટને ક્યારે ક્યારે ધૂપ પણ દેખાશે.
વર્કઆઉટ કરો
શરદીઓના દિવસોમાં મહત્તમ લોકો વર્કઆઉટ કરવું બંધ કરાવી દે છે. એક્સરસાઇઝનું રૂટિન ફરીથી બનાવો. દરરોજ યોગ અથવા કોઈ પણ વર્કઆઉટ કરો. એનાથી બોડી ફિટ રહે છે અને તમે માનસિક રૂપથી શાંત મહેસુસ કરશો. દરરોજ એક્સરસાઇઝ કરવાથી બ્લડ પ્રેસર નિયમિત રહે છે, બોડીપેન દૂર થાય છે અને શરીર અંદરથી સ્વસ્થ રહે છે.
પર્સનલ કેર રૂટિન
શરદીઓમાં આળસને કારણે લોકો પોતાના પર ધ્યાન ઓછું આપે છે. પોતાનું પર્સનલ રૂટિન ફરી બનાવો દરરોજની આદત સુધારો. બંને સમયે બ્રસ કરો. મોં અને હાથની સફાઈ રાખો અને બહાર નીકળવા પહેલા સંસ્ક્રીમ જરૂર લગાવો.
પ્લાન્ટ બેસ્ટ ડાઈટ
પ્લાટ બેસ્ટ ડાઈટ લેવા માટે તમારે શાકાહારી બનવું જરૂરી છે. પોતાની ડાઈટમાં એ તમામ વસ્તુઓ શામેલ કરો જેથી સારા ફાયબર, પ્રોટીન, વિટામિન અને મિલરલ્સ મળે છે. ગરમીઓનું વાતવરણ સલાડ ખાવા માટે બેસ્ટ માનવામાં આવે છે. ઘણા બધા ફળ, સાબૂત અનાજ, દાળ અને ફિશ પોતાની ડાઈટમાં સામેલ કરો.
ચેકઅપનું સીડ્યુઅલ બનાવો
સ્વાસ્થ્યની દેખરેખ માટે તમે જેટલા જલ્દી એક્ટિવ થઇ જશો એટલું સારું રહેશે. પોતાના રૂટિન ચેકઅપનું એક શેડ્યુઅલ બનાવો અને તમામ જરૂરી ટેસ્ટ કરવો. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ક્યારે પણ બીમાર પડ્યા પછી ચેકઅપ કરાવવાની રાહ ન જોવી જોઈએ. ચેકઅપ કરાવતા રહેવાથી તમને કોઈ પણ બીમારીની શરૂઆતમાં જાણ થઇ જશે અને એનો કંટ્રોલ કરવું તમારા માટે સરળ રહેશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31