GSTV
Gujarat Government Advertisement

ખિસ્સા ખંખેરવાનો ખેલ: એર ઇન્ડિયાની ટિકિટના કાળા બજારથી ખાનગી એરલાઇન્સને બખ્ખાં

Last Updated on March 28, 2021 by

તાજેતરમાં જ એર ઇન્ડિયાની વિદેશની ટિકિટોના થતા કાળા બજાર કૌભાંડમાં દિલ્હીના કેટલાક સક્રિય એજન્ટોની ભૂમિકા બહાર આવ્યા બાદ હાલમાં એર ઇન્ડિયાએ ગુજરાત સહિત દેશના તમામ ટ્રાવેલ એજન્ટોનું સિસ્ટમ પરથી જ બંધ કરી દીધુ છે. જેનો ગેરફાયદો હવે ગુજરાતના કેટલાક એજન્ટો ઉઠાવી રહ્યા છે. આ એજન્ટો ખાનગી એરલાઈન્સ કંપનીઓ સાથે સાઠગાંઠ કરી પોતે ચાર્ટડ ફ્લાઇટ ઓપરેટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને હાલમાં કેનેડાની ડિમાન્ડ વધુ હોવાથી વિદેશ જનાર મુસાફરો-વિદ્યાર્થીઓ પાસેથી ઊંચા ભાડા વસૂલી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

એર ઇન્ડિયા

કેનેડા જવાનો ક્રેઝ વધુ

ગુજરાત સહિત પૂરા ભારતમાં હાલમાં કેનેડા જવાનો ક્રેઝ વધુ છે ખાસ કરીને સ્ટુડન્ટ વિઝા પર જનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. એર ઇન્ડિયા હાલમાં એર બબલ  હેઠળ ફ્લાઇટ ઓપરેટ કરી રહી છે, જેમાં કેનેડાનું વન-વે ભાડું 80 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધી ચાલી રહ્યું છે.

એર ઇન્ડિયાએ ટ્રાવેલ એજન્ટો બ્લોક કર્યા

પરંતુ દિલ્હીમાં બેઠેલા કેટલાક એજન્ટોએ એર ઇન્ડિયાની વેબસાઇટ પર ટિકિટ ઉપલબ્ધ ન હોય પરંતુ બેકહેન્ડ પર કેટલાક એજન્ટો ઉંચા ભાવે ટિકિટોનું વેંચાણ કરતા હતા. આ પ્રકારની મજબુત ગોઠવણ જેમાં એર ઇન્ડિયાના કેટલાક ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વિના શક્ય નથી. હાલમાં એર ઇન્ડિયાએ તમામ ટ્રાવેલ એજન્ટોના બુકિંગ સિસ્ટમ પર બ્લોક કરી દીધા છે. હાલમાં ફક્ત એર ઇન્ડિયાનું બુકીંગ સિસ્ટમ પર ટિકિટ ઉપલ્બધ છે.

ગુજરાતમાં IATA રજીસ્ટર્ડ એજન્ટોએ તાજેતરમાં એરઇન્ડિયાની ઓફીસ ખાતે એક મિટિંગ કરી હતી પરંતુ તેમાં ખાસ કોઈ નિર્ણય લેવાયો ન હતો. તો બીજી તરફ ગુજરાતના કેટલાક એજન્ટોએ ખાનગી એરલાઈન્સ કંપનીઓ સાથે ગોઠવણ કરી ચાર્ટડ ફ્લાઈટ ઓપરેટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને તેઓ પણ ટોરન્ટો માટેની પ્રથમ પસંદગી ઉતારી રહ્યા છે.

કારણ કે, હાલમાં કેનેડામાં સ્ટુડન્ટ વિઝા હેઠળ જનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. આમ આ ખાનગી કંપનીઓના ચાર્ટડ ઓપરેટ કરવાથી તેમને ફુલ પેસેન્જર લોડ ફેક્ટર મળી રહેશે અને બીજી તરફ એર ઇન્ડિયાની સામે આ ખાનગી એરલાઇન કંપનીઓ ડબલ એટલે કે દોઢ લાખ રૂપિયા સુધી ભાડું વસુલ કરવાનો તખ્તો ગોઠવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં એર ઇન્ડિયા સાથે ઘરોબો ધરાવાતા એક એજન્ટ પણ આ કામગીરીમાં સામેલ છે. મહત્વનું એ છે કે, જો ખાનગી કંપનીઓ આ સેક્ટરની ફ્લાઇટ ઓપરેટ કરતી હોય તો આ એર ઇન્ડિયા કેમ ના કરી શકે કેમકે એર ઇન્ડિયા પાસે પાયલોટ અને એરક્રાફ્ટની  સંખ્યા પણ વધુ છે તો શું ખાનગી એરલાઇન કંપનીઓને બારોબાર ફાયદો કરી આપવાની એક પેરવી છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે.

થોડા સમય પહેલાં પણ એક ખાનગી એરલાઈન્સ કંપનીએ અમદાવાદ- ટોરન્ટો, અમૃતસર – ટોરન્ટોના  ચાર્ટડ ફ્લાઇટ ઓપરેટ કરવા બુકિંગ પણ શરૂ કરી દીધું છે.  ટ્રાવેલ એજન્ટની મિલીભગતથી મુસાફરની મજબૂરીનો લાભ ઉઠાવી 90 હજારથી લઈને દોઢ લાખ રૂપિયા સુધીની ભાડા વસૂલી પ્રવાસીઓના ખિસ્સા ખંખેરવામાં આવશે.

એરલાઇન્સ કંપનીઓ એજન્ટોના શરણે

એરલાઇન્સ કંપની પાસે આમ તો સંપૂર્ણ માળખાગત સુવિધાઓ હોવાં છતાં એજન્ટોના શરણે જવું પડયું છે. આમ તો ચાર્ટર્ડ ફ્લાઈટમાં કોઈપણ એક કુટુંબના અથવા ગૂ્રપના સભ્યો ટ્રાવેલ કરતા હોય છે. પરંતુ ટ્રાવેલ એજન્ટો પોતે જ એરલાઇનના એજન્ટો જોડેથી મુસાફરોના બૂકિંગ લેતા હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33