GSTV
Gujarat Government Advertisement

દિલ્હીની સેંટ સ્ટીફન યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, એક જ ઝાટકે આટલા વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર

કોરોના

Last Updated on April 3, 2021 by

રાજધાની દિલ્હીના સેંટ સ્ટીફન કોલેજના 13 વિદ્યાર્થીઓ સહિત બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સેંટ સ્ટીફન કોલેજના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. અને આ વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા હિમાચલના ડેલહાઉસીમાં ફરવા પણ ગયા હતા. અને ત્યાંથી પાછા દિલ્હી આવ્યા પછી એક સાથે 13 વિદ્યાર્થીઓમાં કોરોના જોવા મળ્યો છે.

કોરોના

કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ

એક સાથે 13 વિદ્યાર્થીઓ અને બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે દેશ ભરમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં 81 હજાર 466 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 469 લોકોના મોત થયા છે. એક સાથે 469 લોકોના મોત થતાં આ આંકડાઓ વર્ષ 2021ના સૌથી મોટા આંકડાઓ કહી શકાય છે.

કોરોના

દિલ્હીમાં કોરોના વકર્યો

રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો ગત 4 ડિસેમ્બર પછી સૌથી વધારે કેસ શુક્રવારે સામે આવ્યા છે. 4 ડિસેમ્બરના રોજ 4067 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 12 જાન્યુઆરીએ એકજ દિવસમાં સૌથી વધારે લોકોના મોત થયા હતા. કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થતા કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ શુક્રવારે એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 11 રાજ્યના પ્રમુખો સાથે બેઠક કરી રાજ્યની પરિસ્થિતિ મામલે જાણકારી મેળવી હતી. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ, કેરલ,છત્તીસગઢ, ચંદીગઢ અને મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણાનો સમાવેશ થાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33