GSTV
Gujarat Government Advertisement

સોનુ સુદનું વધુ એક સરાહનીય પગલું, બદલાશે 10 કરોડ લોકોનું જીવન

સોનુ

Last Updated on March 15, 2021 by

બૉલીવુડ એક્ટર સોનુ સુદ છેલ્લા ઘણા સમયથી દરિયાદિલી માટે ચર્ચામાં છે. એક્ટર કોરોના વચ્ચે પરેશાન ગરીબ પરિવારની મદદ માટે દરેક સંભવ પ્રયાસ કરવાની કોશિશ કરી રહ્યા છે. પછીએ વિદેશમાં ફસાયલા લોકોને દેશમાં લાવવાનું હોય કે પછી ખેડૂતોને ટ્રેકટર આપવું અથવા વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસ માટે મોબાઈલ આપવું. પરંતુ હવે સોનુ સૂદે જે પગલું ભર્યું છે એને એક બે નહિ પરંતુ 10 કરોડ લોકોને મદદ મળશે.

સોનુએ ટ્વીટ કરી આપી જાણકારી

સોનુ સુદે પોતાનો એક મહત્વકાંક્ષી પ્લાન ટ્વીટર પર શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે તેઓ દેશના 1 લાખ બેરોજગાર લોકોને નોકરી આપશે. સોનુ સુદના આ એલાન પછી એમની બધી બાજુથી તારીફ થઇ રહી છે. સોનુ સુદે ટ્વીટર પર લખ્યું કે, ‘નવું વર્ષ, નવી ઉમ્મીદ, નવી નોકરીનો અવસર અને એ અવસરને તમારા સુધી લાવતા નવા અમે. પ્રવાસી રોજગાર હવે છે ગુડવર્કર. આજે ગુડવર્કટ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને સારા કાલની આશા કરો. ‘

10 કરોડ લોકોની મદદ કરવાની કોશિશ

એની સાથે સોનુ સુદે આ એપને ડાઉનલોડ કરવાની લિંક પણ શેર કરી છે. સોનુ સુદ મુજબ, આ એપ દ્વારા તેઓ 10 કરોડ લોકોના જીવનને બદલવાની કોશિશ કરી રહ્યા છે. નોકરીની તપાસમાં લાગેલા બેરોજગારો માટે સોનુનું આ ટ્વીટ જોય ઉત્સાહ વધી ગયો છે. ઘણા યુઝર્સ કોમેન્ટ કરી સોનુના આ સાહસિક પગલાંની તારીફ કરી રહ્યા છે.

એ ઉપરાંત એક્ટરે ઝારખંડની એક શૂટરની મદદ કરવાનું એલાન કર્યું છે. સોનુએ આ શૂટરને જર્મન રાઇફલ આપવાનનું વચન આપ્યું છે. તેમણે હંમેશાની જેમ સોશિયલ મીડિયા દ્વારા ધનસારની રહેવાસી મહિલા ખેલાડી કોનિકા લાયકની મદદ કરવાનું એલાન કર્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30