Last Updated on March 2, 2021 by
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા રવિવારે પૂર્ણ થઈ ચૂકી હતી, ત્યારે આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણીના પરિણામો બહાર આવી રહ્યા છે તેમ નેતાઓના જીવ પણ ઉચાળે બંધાયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ અગ્રણી નેતાઓ પોતાના વિસ્તારમાં હારનો સામનો કરવો પડ્યો તેવી સ્થિતિ બની છે.
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યના પુત્રને પણ હારનો સામનો કરવો પડ્યો
ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્ર યશ કોટવાલની વિજયનગર તાલુકા પંચાયતમાંથી હાર થઇ છે. સોજીત્રા કોંગ્રેસ ધારાસભ્ય પૂનમભાઈ પરમારના પુત્રની તારાપુર તાલુકા પંચાયતની મોરજ બેઠક પરથી હાર થઇ છે. ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર કરણ માડમનો દ્વારકા જિલ્લા પંચાયતની 19 સોજિત્રા બેઠક પર પરાજય થયો છે.
ભાજપની આ બેઠકો પર કોંગ્રેસનો પંજો ફરી વળ્યો
સી.આર. પાટીલના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે. ભાજપના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ગઢમાં જસદણ અને વિંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો પંજો ફરી વળ્યો છે. મૂળ કોંગ્રેસી એવા કુંવરજી બાવળિયા ભાજપમાં આવ્યા પછી જસદણ અને વિંછિયાના લોકોને ભાજપ તરફી ખેંચવામાં પાછળ રહ્યા છે. અહીં કોંગ્રેસે પોતાનો દબદબો જાળવતાં બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31