GSTV
Gujarat Government Advertisement

કોઈ પણ પ્રકારના તામજામ વગર કોંગ્રેસ નેતાઓએ લગાવી રસી, સોનિયા ગાંધી અને મનમોહન સિંહે પણ લીધી રસી

Last Updated on April 1, 2021 by

કોરોના વાયરસના કહેરની વચ્ચે દેશભરમાં વેક્સીનેશનની પ્રક્રિયા ચાલુ છે. કોરોનાથી બચવા માટે વેક્સીનના ડોઝ લઈ રહ્યા છે. કોરોના વૈક્સિનના બીજા તબક્કામાં કેટલીય રાજકીય પાર્ટીઓના નેતાઓ ડોઝ લીધા છે. પીએમ મોદી અને તેમના કેબિનેટના કેટલાય નેતાઓએ વૈક્સીન લીધી છે. જે બાદ સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરી હતી. વૈક્સિનની વચ્ચે અમુક એવા પણ નેતા છે જેમણે રસી તો લીધી છે, પણ કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર કર્યો નથી. નથી તો સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ અપડેટ કરી.

સોનિયા ગાંધી અને મનમોહન સિંહે પણ લગાવી રસી

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ કેટલાય મોટા નેતાઓએ વૈક્સીનનો ડોઝ લગાવ્યો છે, પણ તેને લઈને લોકોમાં કોઈ પ્રચાર કર્યો નથી, સોશિયલ મીડિયા પર આ સંબંધિત કોઈ પોસ્ટ પણ શેર કરી નથી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું કહેવુ છે કે, તેમણે આ મહિનામાં કોરોના વૈક્સિનનો ડોઝ લીધો હતો. તો વળી પાર્ટીના અન્ય નેતાઓને પણ વૈક્સિન માટે કહી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ કોરોનાની રસી લગાવી છે.

કેટલાય નેતાઓ લગાવી ચુક્યા છે કોરોનાની રસી

અહીં ઉલ્લેખનીય છે કે, એક માર્ચે વડાપ્રધાન મોદીએ દિલ્હીની એઈમ્સ ખાતે વૈક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પીએમ મોદીએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી. તેમણે કેરલ અને પુડુચેરીની નર્સ પાસેથી વૈક્સીન લગાવી હતી. વૈક્સિન લગાવ્યા બાદ પીએમ મોદીએ લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેમણે પણ કોરોનાની રસી લીધી છે.

પીએમ મોદી ઉપરાંત તેમની કેબિનેટના કેટલાય નેતાઓ ડોઝ લઈ ચુક્યા છે. તેમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધન સહિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના ધર્મપત્નીએ પણ કોરોના વૈક્સિન લગાવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33