GSTV
Gujarat Government Advertisement

દુખદ: સોની પરીવારના આત્મહત્યા કેસમાં વધુ એક સભ્યનું કરૂણ મોત , મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો

Last Updated on March 7, 2021 by

રાજ્યના વડોદરા શહેરના સોની પરીવારના આત્મહત્યા કેસમાં વધુ એક સભ્યનું કરૂણ મોત નિપજ્યું છે. જેમાં સોની પરિવારના સભ્યનું સારવાર દરમિયાન મોત થયુ છે..આમ છ લોકોના સામુહિક આપઘાતમાં કુલ મૃત્યુઆંક પાંચ થયો છે.. આજે વહેલી સવારે ભાવિન સોનીનું મોત થયુ હતુ. આ અગાઉ  નરેન્દ્ર સોની, દીપ્તિ સોની, પાર્થ સોની, રિયા સોનીનું મોત થયુ હતુ.

જ્યોતિષ તેમજ જાદુટોણામાં ફસાઈને 32 લાખ રૂપિયા ગુમાવ્યા

પરિવારજનોના સામુહિક આપઘાત પાછળ આર્થિક સંકડામણ સામે આવી હતી..અને આ પરિવાર જ્યોતિષ તેમજ જાદુટોણામાં ફસાઈને 32 લાખ રૂપિયા ગુમાવ્યા હતા..આ મામલે પોલીસે એક જ્યોતિષ સામે પણ ફરિયાદ નોંધી છે. તો સાથે જ ચિંથરે હાલ મળેલી સ્યુસાઈડ નોટને એફએસએલમાં મોકલી આપી છે. 

સ્યુસાઈડ નોટને એફએસએલમાં મોકલી આપી

ગત ૩જી તારીખે સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોની અને તેના પરિવારના પાંચ સભ્યો એ ઝેર  પી લેતા ત્રણ સભ્યો નરેન્દ્રભાઇ,તેમના  પૌત્ર પાર્થ તથા તેમની પુત્રી રિયાના ટૂંક સમયમાં જ મોત નિપજ્યું હતું. ત્યાર બાદ દીપ્તિસોનીનુું મોત નિપજ્યું હતું.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33