GSTV
Gujarat Government Advertisement

વધુ એક પ્રસિદ્ધિ/ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોમનાથ મંદિરને એવોર્ડ કરાયો એનાયત

Last Updated on March 11, 2021 by

શિવરાત્રીના પર્વ પર અમેરિકા સ્થિત એવોર્ડ સંસ્થા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને ઇમ્પેક્ટફૂલ લોકેશનનો એવોર્ડ અર્પિત કરાયો છે. સોમનાથ ટ્રસ્ટના 45 વર્ષથી કાર્યરત ટ્રસ્ટી જે.ડી.પરમારને પ્રેરણાદાયી વ્યક્તિત્વ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેના માટે સોમનાથ ખાતે રામ મંદિર ઓડિટોરિયમમાં એવોર્ડ ફેલીકેશન સેરેમની યોજાઈ હતી.

somnath temple

આજે મહાશિવરાત્રિ હોવાંથી સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું

ઉલ્લેખનીય છે કે, સોમનાથ મહાદેવનું મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. ત્યારે આજે મહાશિવરાત્રિ હોવાંથી સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. મહાશિવરાત્રિ નિમિત્તે આજે મહાદેવજીને પુષ્પનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં 501 કિલો જેટલાં વિવિધ પુષ્પોનો ઉપયોગ કરાયો. આજના દિવસે શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઇને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મહાશિવરાત્રિ પર્વે મહાદેવજીને, ધ્વજાપૂજા-26, તત્કાલ મહાપૂજા-11 ભક્તો દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમજ આજે સાંજ સુધીમાં 42 હજાર કરતા પણ વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન

તમને જણાવી દઇએ કે, પ્રથમ જ્યોતિર્લિંગ અને જગ વિખ્યાત સોમનાથ મંદિરની જાન્યુઆરી મહીનામાં વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે કોઈ વડાપ્રધાન મંદિરના ચેરમેન બન્યા હોય એવી આ બીજી ઘટના છે. પ્રથમ વડાપ્રધાન ચેરમેન તરીકે મોરારજી દેસાઈ પણ રહી ચૂક્યાં છે. ત્યારે હાલમાં સોમનાથ મંદિરના ચેરમેન પદે નરેન્દ્ર મોદી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33