Last Updated on March 13, 2021 by
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી વાર વિવાદમાં આવી છે. જીવન જોખમે કોરોના વોર્ડમાં સેવા આપનાર તબીબોએ છેલ્લા નવ મહિનાથી માનદ વેતન ન અપાતા આખરે હડતાળનો રસ્તો અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
સોલા સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ
વિવાદોમાં ઘેરાયેલી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કોરોના મહામારીમાં જીવના જોખમાં કામ કરનારા તબીબોએને કોવિડ ડ્યુટી માટે અપાતુ માનદ વેતન આપવામાં આવ્યુ નથી. એક બે નહી પરંતુ નવ મહિનાનું માનદ વેતન ન ચુકવવામાં આવતા રેસીડેન્ટ તબીબોમાં રોષ છે અને માનદ વેતન નહી મળે તો ડોકટરો હડતાળનુ શસ્ત્ર ઉગામશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
કોરોના વોર્ડના ડોક્ટરોએ આપી ચીમકી
મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના અંતર્ગત માનદ વેતન આપવાનું હોય છે. પરંતુ તબીબોને 40 લાખ 75 હજાર જેટલી રકમ ચુકવવામાં આવી નથી. ત્યારે જો માનદ વેતન નહી મળે તો તબીબોએ હડતાળ કરસે તેવી ચીમકી ઉચ્ચારી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31