GSTV
Gujarat Government Advertisement

ભારે કરી: મોટી સોસાયટીઓમાં લોકો એકત્ર થઈને જો ધુળેટીની ઉજવણી કરી તો AMC કરશે સખ્ત કાર્યવાહી, પાણી-ગટર કનેક્શન પણ કપાઈ જશે!

Last Updated on March 28, 2021 by

 અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત નવા કેસો નોંધાઈ રહ્યા છે.રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.પરંતુ ગરજ મતલબી રાજકારણીઓએ ચૂંટણી કરાવવાની હોવાથી મોટી રેલીઓ સહિતના રાજકીય તાયફા કરી મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરી કોરોના સંક્રમણને વધવા દીધુ.

જાહેરનામા અને ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ કડક કાર્યવાહી કરશે. ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટે જણાવ્યું કે મોટી સોસાયટીઓમાં મોટી સંખ્યામાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે તેમની સોસાયટીના ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

હોળી-ધૂળેટી પર્વ દરમિયાન શું-શું કરવા પર રોક?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 28 માર્ચ રવિવાર અને 29 માર્ચ સોમવારના રોજ શહેરમાં જે પ્રવૃત્તિ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.આ મુજબ છે.

  • 1. તમામ કલબો સદંતર બંધ રહેશે.
  • 2. તમામ સરકારી અને ખાનગી સ્વીમીંગ પુલો બંધ રહેશે.
  • 3. મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં મોટી સંખ્યામાં ટોળા વળી પાણી કે કલર વડે હોળી રમવાની કરવામાં આવતી ઉજવણી બંધરાખવાની રહેશે.
  • 4. પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
  • 5. સમાજની વાડીમાં કરવામાં આવતા ઉજવણીના કાર્યક્રમો બંધ રાખવાના રહેશે.
  • 6. મોટા મંદિરો-હવેલીઓમાં ફુલ-કલરથી કરવામાં આવતાં ઉત્સવો બંધ રાખવાના રહેશે.
  • 7. જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં.
  • 8. જાહેર રસ્તા ઉપર ટોળા વળી હોળી નિમિત્તે પૈસા ઉઘરાવવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં.

સત્તા મળી અને હોદ્દાઓની વહેંચણી થતાની સાથે જ ફરી એક વખત કોરોના સંક્રમણની ચિંતા સતાવતી હોય તેમ હોળી અને ધૂળેટી પર્વની તમામ ઉજવણીઓ ઉપર પાબંદી મુકતો પરીપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે કરવામાં આવ્યો છે.બે દિવસ માટે સરકારની ગાઈડલાઈનના ઓથા હેઠળ તમામ કલબો.સ્વીમીંગ પુલ,પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે. 

આ અંગે મળતી માહીતી મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ તરફથી શનિવારે એક પરીપત્ર જારી કરવામાં આવ્યો છે.જે મુજબ,શહેરમાં કોરોનાના વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં લઈ રાજય સરકારની ગાઈડલાઈન મુજબ,28 અને 29 માર્ચના રોજ શહેરમાં તમામ પ્રકારની જાહેર ઉજવણી પર્વ નિમિત્તે કરી શકાશે નહીં એવો આદેશ કરવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33