Last Updated on March 6, 2021 by
સાબરકાંઠા જિલ્લાના વડાલીના ભજપુરામાં અનુસુચિત જાતિના પરિવારનો વરઘોડો આખરે પોલીસ પહેરામાં નીકળ્યો હતો. અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન બે સમાજો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી હતી.
વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન પ્રસંગે પરિવારે ગામના ચોકમાં વરઘોડો નિકાળવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગામમા વસતા અન્ય સમજો દ્વારા વિરોધ થવાની શક્યતાઓને લઇ પરિવારે સરકાર અને પોલીસ સમક્ષ રક્ષણની માગ કરી હતી. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે મોટો પોલીસ કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં એક ડીવાયએસપી, બે પીઆઇ,પાંચ પીએસઆઇ, મહિલા પોલીસ સહીત ૮૦ જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા.
આખુય ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસ પહેરા સાથે લગ્નનો વરઘોડો ઘરેથી નીકળી ગામની શેરીઓમાં ફરી ગામના ચોકમાં ફર્યો હતો. પરિવારજનો અને મિત્રો ગરબે ઘૂમ્યા હતા. હાલ તો પોલીસ પહેરામાં વડાલીના ભજપુરામાં વરઘોડો પૂર્ણ થયો છે પરંતુ આવનારા દિવસોમાં પરિવાર ધ્વારા કરાયેલા આ પ્રયાસને લઈને સુધારો આવશે કે કેમ તે જોવું રહ્યું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31