Last Updated on March 19, 2021 by
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ફરી એક વખત કહ્યુ છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરુર નથી. કોરોનાની વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે. સંસદમાં એક સવાલના જવાબમાં ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે, દુનિયાભરમાં વૈજ્ઞાનિક રીતે તમામ પ્રકારનું એનાલિસીસ કર્યા બાદ રસીને મંજૂરી અપાઈ છે અને આપણે તેના પર વિશ્વાસ કરવો પડશે. ભારતમાં જે બે રસીને મંજૂરી અપાઈ છે તે રસી સુરક્ષા, પ્રભાવની દ્રષ્ટિએ અને કોરોના વાયરસ સામે એન્ટી બોડી પેદા કરવાના ધારાધોરણો પર ખરી ઉતરેલી છે. દેશવાસીઓએ કોરોનાની રસીને લઈને કોઈ ભ્રમમાં રહેવાની જરુર નથી.
કોરોના રસી લેવી કે નહીં? જાણો સરકારે શું કહ્યું
તેમણે આગળ કહ્યું હતું કે, તમામ પ્રકારના પરીક્ષણો બાદ દેશમાં રસીને મંજૂરી અપાઈ છે અને તમામે તેનો લાભ ઉઠાવવો જોઈએ. ભૂતકાળમાં પોલિયો જેવી બીમારીને પણ રસીની મદદથી જ ખતમ કરવામાં આવી હતી. ક્લિનિકલ ટ્રાયલના જે પરિણામ આવે છે તેના આધારે નિષ્ણાતોની બનેલી સમિતિઓ રસીના ઉપયોગને મંજૂરી આપે છે.
ચારેક કરોડ લોકોને રસી મુકાઈ છે અને તેમાં આડઅસરનું પ્રમાણ આટલા ટકા
રસીનું આખી દુનિયામાં સાત સ્થળોએ નિષ્પક્ષ રીતે એનાલિસિસ કરવામાં આવતું હોય છે. દેશમાં અત્યાર સુધીમાં ચારેક કરોડ લોકોને રસી મુકાઈ છે અને તેમાં આડઅસરનું પ્રમાણ 0.000432 ટકા જેટલુ જ છે. આપણે રસી પર વિશ્વાસ મુકવો પડશે. તેમણે કહ્યું હતું કે, જે સુવિધાઓ સરકારે ઉપલબ્ધ કરાવી છે તેનો લોકોએ લાભ લેવો જોઈએ .
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31