GSTV
Gujarat Government Advertisement

હાહાકાર/ કચ્છ યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતા લેવાયો મહત્વનો નિર્ણય, આ તારીખ સુધી રહેશે બંધ

Last Updated on April 2, 2021 by

રાજ્યમાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે ત્યારે રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે ગત રોજ ગુરૂવારના રોજ નવા 2410 કેસ અને નવ મોત નોંધાયા છે. એમાંય સૌથી વધુ અમદાવાદમાં 626 અને સુરતમાં 615 કેસ નોંધાયા છે. નવા 2410 કેસની સામે 2015 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 12,996 એ પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસે ફરી વિક્રમજનક સપાટી સર્જી છે એવામાં તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટીમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.

સરહદી જિલ્લા કચ્છમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કચ્છની શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી કેમ્પસમાં 15 જેટલા કોરોના કેસ નોંધાયા છે જેથી આગામી પાંચ એપ્રિલ સુધી યુનિવર્સિટી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, અધ્યાપકો, સિક્યોરિટી ગાર્ડ સહિત તેમના પરિવારજનો મળી કુલ 15 લોકો સંક્રમિત થતા ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ પણ યુનિવર્સિટીના કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટી ત્રણ દિવસ બંધ રાખવામાં આવી હતી ત્યારે ફરી એક વાર યુનિવર્સિટીમાં કોરોના વ્યાપ વધતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફના આરોગ્ય માટે ક્ચ્છ યુનિવર્સિટી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.

કુલ 15 વ્યક્તિઓ થયા કોરોના સંક્રમિત

કચ્છ યુનિવર્સિટીમાં ભારે કોરોના સંક્રમણ ફેલાયું છે. યુનિવર્સિટીમાં એક સાથે ફરી 7 કેસ આવતા યુનિવર્સિટી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના 7 કર્મચારીઓ તેમજ પરિવારજનો મળીને 15 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી સોમવાર સુધી કચ્છ યુનિવર્સિટી બંધ રહેશે. કોરોનાના કેસો વધતા કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ અમદાવાદ અને સુરતની જોવા મળી છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં કોરોનાનો ભોગ હવે નાના બાળકો પણ બની રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત થયા છે જેથી તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકો પણ કોરોનાથી સંક્રમિત બની રહ્યાં છે. જેને લઈને માતા-પિતા અને તબીબોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

સગર્ભા મહિલાઓએ પણ હવે સાવચેત રહેવું પડેશે

કોરોના સંક્રમિત બાળકો અને તેમની માતા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.. બાળકોમાં વધતા કોરોના કેસને લઈને તબીબો પણ ચિંતિત બન્યા છે..અને ડૉક્ટર રજનિશ પટેલે કહ્યું છે કે, સગર્ભા મહિલાઓએ પણ હવે સાવચેત રહેવું પડેશે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના આંકડો 540 પર પહોંચ્યો છે.. જ્યાં સુધી લોકો જાગૃત નહી થાય ત્યાં સુધી કોરોનાનો અંત નહીં આવે.

સુરતમાં આગામી શનિ-રવિ તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે

બીજી બાજુ સુરતમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધતા આગામી શનિવાર અને રવિવારે પણ શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવાનો મ્યુનિ.એ નિર્ણય કર્યો છે. તંત્રએ ફોસ્ટાને જાણ કરીને વીક એન્ડમાં માર્કેટ બંધ રાખવાની સુચના આપી છે. સુરતનું ઓળખ એવા કપડા બજારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. મ્યુનિ. તંત્રએ કોરના સંક્રમણ અટકાવવા માટે શનિ રવિના દિવસોમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો અને માર્કેટ બંધ રહી હતી. જ્યારે રવિ સોમ હીરા માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો પરંતુ કામગીરીમાં ઢીલાસ રખાતા મોટા કારખાના બંધ રહ્યાં ન હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33