GSTV
Gujarat Government Advertisement

ગતિશીલ ગુજરાતની વાતો પોકળ / સતત વધી રહ્યો છે બાલમૃત્ય દર, આંકડા જાણીને ચોકી જશો

Last Updated on March 3, 2021 by

એક તરફ ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે તો બીજી તરફ વાસ્તવિકતા સાવ જુદી જ છે. વિધાનસભા ગૃહમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટનાઓ બની રહી છે. તો તે જ રીતે રાજ્યમાં 67 દિવસનું લોકડાઉન હોવા છતાં રાજ્યના અમુક જિલ્લામાં 2019 કરતા 2020માં વધુ દારૂનો રાજ્યમાં જથ્થો ઝડપાયો છે. તો સરકારી આંકડા મુજબ રાજ્યમાં બાળ મૃત્યુ દરના આંકડા પણ ચોંકાવનારા છે.

ગુજરાત

ગુજરાતમાં બાળ મૃત્યુના ચોંકાવનારા આંકાડાઓ સામે આવ્યા છે. ખુદ રાજ્ય સરકારે ગૃહમાં રજૂ કરેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 42 બાળકોના મૃત્યુ થાય છે. વર્ષ 2020માં કુલ 15 હજાર 432 બાળકોના મોત થયા. જ્યારે કે વર્ષ 2019માં 17 હજાર 453 બાળકોના મોત નિપજ્યા હતા.

બાળ મૃત્યુ દરમાં સતત વધારો થવા છતાં સરકાર બચાવમાં એમ જણાવે છે કે બહારના રાજ્યોના બાળકોના મોત વધુ થતાં હોવાથી આંકડા ઉંચા જાય છે. જેની સામે કોંગ્રેસે પલટવાર કરતા સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 વર્ષમાં બહારના રાજ્યના ફક્ત 231 બાળકોના જ મોત નિપજ્યા છે. જ્યારે કે અન્ય બાળકો ગુજરાતના છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33