GSTV
Gujarat Government Advertisement

GSTVના તમામ દર્શકોને શિવરાત્રીની શુભેચ્છાઓ, દિવસભર સમગ્ર દેશના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે

Last Updated on March 11, 2021 by

મહાશિવરાત્રી આજ દિવસભર સમગ્ર દેશના શિવાલયો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે.દેવાધી દેવ મહાદેવની ભક્તીનું પર્વ મહાશિવરાત્રી આજે ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ઉજવાઈ રહ્યું છે.રાજ્યના વિવિધ મહાદેવ મંદિરોમાં ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. તો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અને આરતી કરાશે.

જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અને આરતી કરાશે

જો આજે એક જ દિવસમાં સોમનાથ મહાદેવના મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે ઉમટી પડશે. શ્રદ્ધાળુઓ આજના દિવસે ભગવાન શિવના પ્રાર્થના કરીને આવનારું વર્ષ પાવન બની રહે તેવી કામના કરશે તો ભગવાન શિવની પ્રિય એવી ભાંગનો પ્રસાદ લઇને શ્રદ્ધાળુઓ ભક્તિમય બની જશે.

મહાકાલેશ્વરના દરબારમાં ભક્તો ઉમટ્યા

ઉજ્જૈનમાં પણ મહાકાલેશ્વરના દરબારમાં ભક્તો ઉમટ્યા હતા. બ્રહ્મ મૂહૂર્તમાં ભસ્મ આરતીમાં ભક્તો શિવના દર્શન કરીને ધન્ય બન્યા હતા.

શિવરાત્રીના મહાપર્વએ સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના થઇ રહયા  છે. દેવાધિદેવ મહાદેવને અભિષેક સાથે સુંદર શણગાર સજાવાયા છે સવારથી મંગળા આરતીમા; ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મહાશિવરાત્રી પર્વે ભક્તોની ભીડને ધ્યાને રાખીને આજે સવારથી સળંગ ૪ર કલાક સુધી સોમનાથ મંદિર ખુલ્લુ રહેશે.

આ સાથે જ કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરીને ભાવિકોને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્તોએ માસ્ક ફરજિયાત રખાયુ છે. તેમજ સેનેટાઈઝ ટનલમાંથી પસાર થયા બાદ મંદિરમાં પ્રવેશની વ્યવસ્થા કરાઇ છે. સોમનાથમાં શિવરાત્રિ નિમિત્તે ચાર પ્રહરની આરતી થતી હોય છે. જેમાં રાત્રે  નવ વાગ્યે પ્રથમ પ્રહરની, રાત્રે બાર વાગ્યે બીજા પ્રહરની, રાત્રે બે વાગ્યે ત્રીજા પ્રહરની અને પરોઢે ચાર વાગ્યે ચોથા પ્રહરની આરતી થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33